SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તાના પ્રતીક છે. આ પ્રાતિહાર્યોને જોઇને જ ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ જેવા કટ્ટર દ્વેષી બ્રાહ્મણો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ પ્રાતિહાર્યોની લક્ષ્મી જોઇને જ મરૂદેવા માતાને ક્ષપકશ્રેણિ પર આરૂઢ થવા ઉચિત ભાવધારા ઉત્પન્ન થઇ હતી. મહાનિશીથ સૂત્રમાં જણાવ્યું છે કે પ્રભુનું પરમરૂપ, ઉત્કૃષ્ટ લક્ષણો અને પ્રાતિહાર્યાદિ અતિશય જોતાં જ દેવ-દાનવ-ગંધર્વ-કિન્નર-વિદ્યાધર આદિના મુખમાંથી શબ્દો સરી પડે છે કે “અહો ! અહો !! અહો !!! કદી ન જોયેલું અભૂતપૂર્વ દશ્ય આજે અમે નિહાળ્યું... મહાન, અચિંત્ય, વિશિષ્ટ અને અતુલ્ય એવા પરમાશ્ચર્યોનો સમુહ જાણે એક સાથે ભેગો થયેલો અમે જોયો. ધન્ય ! ધન્યાતિધન્ય !!! અને પરમ આનંદના આવેગમાં તેઓ પરસ્પર એકબીજાને કહે છેખરેખર આ મહાનતમ મહામહોત્સવ છે. મહાન ! મહાન !!!” તે જ ભવમાં મોક્ષે જનારા ચરમશરીરીઓ પણ આનંદ અને આશ્ચર્યના ભરવેગમાં તણાતા આવું તીર્થંકરપણું પ્રાપ્ત કરવા સંસારની વૃદ્ધિને પણ સ્વીકારવા તૈયાર થઇ જાય છે. મહાવૈરાગી જીવો પણ આ અતિશયોની અભુતતા જોઇ પરમભક્તિના રસમાં તરબોળ બની જાય છે. આવા આ ૧૨ લક્ષણરૂપ ગુણોથી યુક્ત તે જ દેવાધિદેવ કહેવાય. તે જ વિશ્વને માર્ગ દેખાડવા સમર્થ હોય. તેમના દર્શાવેલા માર્ગ પર જ આપણે ગતિ કરાય.. 0 ૩૬
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy