SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ બહાર નિકળ્યા પછી પણ વિશિષ્ટ પુણ્યકર્મનો બંધ કરવાના કારણે એકેન્દ્રિયપણામાં પણ પૃથ્વીકાયના જીવોમાં જાય ત્યારે પારસમણિ-ચિંતામણિરત્નપારાગરત્ન આદિ ઉચ્ચ રત્નજાતિઓ, સોનુ-ચાંદી આદિ ઉત્તમ ધાતુઓ અને આરસ-ગ્રેનાઇટ આદિ ઉચ્ચ પાષાણોમાં જ કે તે જંતુરી જેવી ઉત્તમ માટીમાં જ ઉત્પન્ન થાય છે. અપૂકાય (પાણી) ના ભવોમાં ગંગા-સરસ્વતી આદિ મહાન નદીઓ, તીર્થો આદિના જલ કે વરસાદના નિર્મલ જળ તરીકે જ ઉત્પન્ન થાય છે. તેલકાય (અગ્નિ)માં મંગલકારી દીપક વગેરેમાં ઉત્પન્ન થાય છે તો વાયુકાય (પવન)માં મલયાચલ પર્વતના શીતલ અને સુગંધી પવન વગેરેમાં ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયમાં ઉત્તમ કલ્પવૃક્ષ, આંબો, પારિજાત, ચંદન, ચંપો, અશોકવૃક્ષ આદિ ઉત્તમ વૃક્ષોમાં, તો ચિત્રાવેલ, નાગવેલ આદિ પ્રભાવશાલી વેલમાં, ગુલાબ, મોગરો, સોનચંપો આદિ ઉત્તમ પુષ્પોમાં તો શાલિચોખા આદિ ઉત્તમ ધાન્ય તરીકે ઉત્પન્ન થતા હોય છે. બેઇન્દ્રિયમાં દક્ષિણાવર્ત શંખ, મોતીની છીપ આદિમાં, તે ઇન્દ્રિયમાં કીડી વગેરે તે-તે જીવોમાં રાણી આદિ તરીકે, ચઉરિન્દ્રિયમાં મધમાખી વગેરેમાં પણ તેની રાણી આદિ તરીકે ઉત્પન્ન થાય છે. પંચેન્દ્રિયમાં કામધેનુ ગાય, ઉત્તમ જાતિવંત હાથી-અશ્વ આદિ તરીકે, પંખીઓમાં ગરુડ વગેરે જેવા પક્ષીરાજ તરીકે તથા જલચરમાં ઉત્તમ જાતિના માછલા-મગર ઇત્યાદિરૂપે ઉત્પન્ન થાય છે. દેવોમાં ઉત્તમ સામાનિક-ત્રાયન્ટિંશક આદિ રૂપે, મનુષ્યમાં આર્યદેશમાં ઉત્તમકુલના કુલીન પુરૂષ રાજા-મંત્રી-સેનાપતિ આદિ રૂપે જ ઉત્પન્ન થાય છે. આમ કોઇ પણ ગતિ-જાતિ આદિમાં ઉત્તમોત્તમપણાને પ્રાપ્ત કરીને આગળ વધતા આ આત્માઓ-ક્રમશઃ સમ્યત્વ-દેશવિરતિ-સર્વવિરતિ આદિને પ્રાપ્ત કરી પૂર્વે કહેલા વીશસ્થાનકોની ઉત્તમ આરાધના કરીને તીર્થંકર નામકર્મ નિકાચિત કરી વચ્ચે દેવ-નરકમાંથી એક ભવ કરી તીર્થકર તરીકે ઉત્પન્ન થાય છે. આમ ઉત્તમ દશ વિશેષતાને ધારણ કરનારો જીવ સમગ્ર સંસારપરિભ્રમણમાં ઉત્તમતા અને વિશેષતાને જ અનુભવતો, પુણ્યાનુબંધિ પુણ્યની હારમાળા સર્જતો, વિશ્વમાં સર્વત્ર પ્રેમ અને પરોપકારના આંદોલનને પ્રસરાવતો, સર્વ જીવોના સુખમાં સીધી કે આડકતરી રીતે કારણ બનતો તીર્થકર પદવી સુધી પહોંચે છે. વિશ્વના તમામ જીવોમાં ઉત્તમોત્તમ (પુરિસુત્તમ) પણાને ધારણ કરનારા તીર્થકર ભગવંતોને અનંત અનંત વંદન.. ૧૬
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy