SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ છે તીર્થકર કેવી રીતે બનાય ? હું જૈનદર્શનના મત મુજબ [સર્વજ્ઞના વચન મુજબ એમ વાંચવું આપણી જેમ જ સંસારના ચકરાવામાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરી ચૂકેલો આત્મા પોતાના રાગ-દ્વેષ-મોહને અત્યંત વશ કરી સત્યમાર્ગની શ્રદ્ધા પ્રાપ્ત કરે છે. કેટલાક જીવોને આવો સત્યમાર્ગ સહુને મળે, સહુ જીવો કર્મના બંધનથી મુક્ત થાય અને મોક્ષને પ્રાપ્ત કરે એવી ઉત્કૃષ્ટ ભાવના ઉત્પન્ન થાય છે. યોગબિન્દુ નામના ગ્રંથમાં પૂ.આ. શ્રી. હરિભદ્રસૂરિજી મ.સા. આ ભાવનાનું સ્વરૂપ બતાવતા જણાવે છે કે “મોહના અંધારાથી બિહામણા સંસારમાં સત્ય મોક્ષ માર્ગનું ... તેજ વિદ્યમાન હોવા છતાં જીવો ભટકી ભટકીને દુઃખી થાય છે. હું આ તમામ જીવોને મારી તમામ તાકાત લગાવીને કોઇને કોઇ શુભયોગ દ્વારા સંસારસાગરથી પાર ઉતારી દઇશ'.. આવી ઉત્કૃષ્ટ શુભભાવનાથી ભાવિત આત્મા તીર્થકર નામકર્મ રૂપી ઉત્કૃષ્ટતમ પુણ્યકર્મ નિકાચિત (અતિ મજબૂત રીતે, જેને લગભગ નાશ ન કરી શકાય તે રીતે બાંધવું તે) કરે છે. તેના પ્રભાવે જીવ ત્રીજા ભવમાં તીર્થકર બને છે. આવી ભાવના ધરાવતો આત્મા સહજ રીતે અતિનિર્મળ શ્રદ્ધા, અખંડ વિનયભાવ, અણિશુદ્ધપણે વ્રતનિયમોનું પાલન કરતો હોય છે. સંસારથી ઉત્કષ્ટપણે વૈરાગ્ય પામી મક્ષની ભાવનામાં જ રમતા આ જીવો જ્ઞાનમય-તપત્યાગમય જીવન જીવીને ધર્માજીવોના સમુદાય-સાધુ ભગવંતો આદિની લાગણીપૂર્વક સેવાભક્તિ કરે છે, તેમની અખંડ પ્રસન્નતા જળવાય તેવી કાળજી રાખે છે. સતત પ્રેમથી છલકાતા આ જીવો સહુને સન્માર્ગે જોડવા, એ સન્માર્ગમાં આવતા અંતરાયોથી એમનું રક્ષણ કરવું, સહુનો ઉલ્લાસ-આનંદ અને ધર્મમાર્ગ માટેનો પ્રેમ વધતો રહે તેવા આયોજનો કરવા, ધર્મમાર્ગની ખૂબ સૂક્ષ્મ કાળજીપૂર્વક તમામ આરાધના કરવી અને બીજા પાસે કરાવવી આદિ અનેક શુભયોગો દ્વારા ધર્મસ્થાપક બનવાનું વિશિષ્ટ મહાપુણ્ય ઉપાર્જન કરે છે. આ બધી બાબતો શાસ્ત્રીય પરિભાષામાં વીશસ્થાનકની આરાધના કહેવાય છે. અલગ અલગ વશ ઉત્તમ પદોની આરાધના દ્વારા જીવ તીર્થકર નામકર્મ નિકાચિત કરતો હોય છે. આ વીશ સ્થાનકો નીચે પ્રમાણે છે. ૧) અરિહંતવાત્સલ્ય - સર્વ અરિહંત ભગવંતો પ્રત્યે અતિશય ભક્તિ
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy