SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ છે બે પ્રકારના વ્યક્તિ ઈશ્વર છું મોટા ભાગના આર્ય યોગશાસ્ત્રોએ કર્મમુક્ત-પરતંત્રતામુક્ત આત્માને જ ઇશ્વર માન્યા છે. આવા મુક્તાત્મા બે પ્રકારના હોય છે. ૧) વિદેહમુક્ત (મુક્ત થયેલા) - કર્મથી-(સંસારી જીવના તમામ અવસ્થાના નિયામક અદષ્ટ તત્ત્વથી) સંપૂર્ણપણે મુકાયેલા અને એથી જ સંસારથી પાર પામીને મોલમાં પહોંચી ચૂકેલા, દેહ આદિથી રહિત શુદ્ધાત્મા-તે વિદેહમુક્ત. જેનદર્શન તેમને “સિદ્ધ ભગવંત' કહે છે. ૨) જીવનમુક્ત – દેહધારી હોવા છતાં આત્મગુણોને ખતમ કરનારા ભયાનક ઘાતકર્મોનો નાશ થવાથી સર્વજ્ઞપણું અને વીતરાગપણું જેમને પ્રાપ્ત થઇ ચૂકયું છે અને તે જ ભવમાં બાકીના બધા કર્મોનો નાશ કરી જેઓ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરી લેવાના છે તે જીવનમુક્ત કહેવાય છે. આવા જીવનમુક્ત સર્વજ્ઞ તો કરોડોની સંખ્યામાં હોય છે, પરંતુ જેઓનો આત્મા કેટલીક અતિઉચ્ચ પ્રકારની વિશેષતાઓથી યુક્ત હોવાથી તેમને વિશ્વવ્યવસ્થાતંત્ર કેટલાક અભુત ઐશ્વર્યની ભેટ ઘરે છે, જે અતિશય તરીકે ઓળખાય છે, આવા અતિશયથી યુક્ત મહાપ્રભાવશાળી આત્માને જૈન દર્શન-તીર્થંકર-“અરિહંત' ઇત્યાદિ નામથી ઓળખાવે છે. આવા તીર્થંકર-અરિહંત તે ઈશ્વર કહેવાય છે, કારણ કે ઈશ્વર = ઐશ્વર્યયુક્ત.. આવા અરિહંતો બહુ જ મર્યાદિત સંખ્યામાં હોય છે જે આગળ ઉપર વર્ણવાશે. આ પુસ્તકમાં મુખ્યતયા આપણે તેમના અંગે જ વિશેષ જ્ઞાન મેળવવાનું છે. દેહમુક્ત ઇશ્વર અનાદિ અનંતકાળથી સંસારમાં ભટકતો આત્મા ધર્મસાધનાના પ્રભાવે અને પ્રચંડ આત્મબળપૂર્વકના ઘોર પુરુષાર્થથી સદાકાળ માટે જન્મમરણના ચકરાવામાંથી મુક્ત થઈ જાય છે, ત્યારે તે અશરીરી આર્યશ્વર્યવાન સિદ્ધાત્મા બને છે. તમામ કર્મોના આવરણ હટી જવાથી આત્માની અનંતશક્તિ-અનંતસિદ્ધિ અને અનંતલબ્ધિઓ પૂર્ણપણે પ્રકટ થઇ ચૂકી હોવાથી પરમઐશ્વર્યવાન હોય છે. પરંતુ તેઓ રાગ-દ્વેષથી મુક્ત થઇ ગયા હોવાના કારણે તથા કોઇ
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy