SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ ને વિભજ્યવાદ એક કે ભિન્ન ? તો જવાબ છે, બંને એક જ છે. માત્ર શબ્દફેર છે. છતાં જો ફરક કહેવો હોય, તો એ કહેવાય કે વિભજ્યવાદનું તાત્પર્ય છે વસ્તુ અનંત ધર્માત્મક હોવા છતાં જ્યારે પ્રરૂપણા ક૨વાની હોય, કોઇની શંકાનું સમાધાન કરવાનું હોય, ત્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પુરુષ, નય વગેરેને ધ્યાનમાં રાખી પ્રરૂપણા કરવી. જેમ કે જયંતી શ્રાવિકાએ પ્રભુને પ્રશ્ન પૂછ્યો - ‘જીવો ઉંઘતા સારા કે જાગતા ?’ તો ભગવાને વિભાગ કરી જવાબ આપ્યો - આરાધના કરવી છે, તો જાગવું સારું... નહિંતર સુતેલો... સંવિગ્નભાવિત (સંયમી સાધુઓથી સંસ્કાર પામેલા) ક્ષેત્રમાં અલગ વાત થાય, ને પાર્શ્વસ્થ ભાવિત (શિથિલાચારી સાધુઓથી સંસ્કાર પામેલા) ક્ષેત્રમાં અલગ. જિનાલયદ્રવ્યોપજીવી (ચૈત્યવાસી) શિથિલાચારીઓએ કુવલયપ્રભાચાર્યને (= સાવદ્યાચાર્યને) કહ્યું - તમે લોકોને અહીં જિનાલય માટે પ્રેરણા કરો. ત્યારે કુવલયપ્રભાચાર્ય આ ક્ષેત્ર શિથિલાચા૨ીઓથી ભાવિત છે ને તેઓ દેરાસર પોતાની આજીવિકા માટે ઇચ્છે છે, એ જાણીને કહ્યું - જોકે જિનાલય અંગે છે, તો પણ આ સાવદ્ય છે, હુંએ બાબતમાં વચનમાત્રથી પણ (પ્રેરણારૂપ) આચરણ કરીશ નહીં. એમનું આ વચન વિભજ્યવાદનું સરસ દૃષ્ટાંત છે. આ વચનથી એમણે (અનિકાચિત) જિનનામકર્મ બાંધ્યું. એ જ રીતે સુકાળ-દુકાળ વગેરે રૂપ કાળ અને જ્ઞાનરુચિ, ક્રિયારુચિ વગે૨ેરૂપ ભાવ જોઇને દેશના-ઉપદેશ દેવાના છે. તેથી જ સમ્યક્ત્વના પણ નિસર્ગરુચિ વગેરે દસ ભેદ બતાવ્યા છે. તેમ જ પુરુષ-નય વગેરે પણ વિચારી ઉપદેશ આપવો જોઇએ, નહીં તો સ્વરૂપથી સત્ય વચન પણ પરસ્થાન દેશનારૂપ બની સ્વ-પરના હિતને ઘાતક બને છે. (૫૨સ્થાન દેશના કંઇક અલગ પાત્રતા ધરાવનારને તેનાથી અલગ જ ઉપદેશ આપવો)... = આમ સ્યાદ્વાદની જ વાત વ્યક્તિ આદિના વિભાગપૂર્વક ૨જુ ક૨વી એ વિભજ્યવાદ છે. સ્યાદ્વાદ એ જ સંભાવનાવાદ ? સ્યાદ્વાદ એ સંભાવનાવાદ છે ? ``probability" ને આગળ કરે છે ? અલબત્ત ફરી એકવાર કહીએ કે સ્યાદ્વાદ હોવાથી જ સંભાવનાઓ ઊભી થાય ૫૮ અનેકાંતવાદ
SR No.023296
Book TitleSamadhino Pranvayu
Original Sutra AuthorN/A
AuthorVijayajitshekharsuri, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy