SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આ પાંચ દોષ જે એકાંત અનિત્યવાદમાં બતાવ્યા છે, તે બધા દોષો એકાંત નિત્યવાદમાં પણ ઊભા થાય છે. વીતરાગ સ્તોત્રના આઠમા પ્રકાશ (અધ્યાય) માં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે એકાંત નિત્ય-એકાંત અનિત્યવાદમાં (૧) કૃતનાશ-અકૃતઆગમ (૨) સુખ-દુઃખ ભોગાભાવ (૩) પુણ્યપાપ અભાવ (૪) બંધ-મોક્ષ અભાવ અને (૫) ક્રમથી કે અક્રમ = એકી સાથે અર્થક્રિયાનો અભાવ-આ પાંચ પ્રકારના દોષો બતાવ્યા છે. ટુંકમાં, સંસારનો કોઇ પણ વ્યવહાર એકાંત નિત્ય કે એકાંત અનિત્યવાદમાં ઘટી શકતો નથી. જૈનમતનો નિત્યાત્તુવિદ્ધ અનિત્ય આવો અનેકાંતવાદ ગોળ-સૂંઠની ગોળી જેવો છે કે જે પરસ્પરના દોષોને દૂર કરી તત્ત્વપ્રાપ્તિરૂપ ગુણ કરનારો બને છે. (ગોળ કફ કરે, સૂંઠ પિત્ત કરે પરંતુ બન્નેની ગોળી બન્ને દોષોને શમાવવાનું કાર્ય કરે.) નિત્યાનિત્ય નમને બસસ્ટેન્ડ ૫૨ ઊભેલા એક ભાઇને ધબ્બો મારતા કહ્યું -‘અરે ! તું તો એક વર્ષમાં સાવ બદલાઇ ગયો... પહલો તો કેવો દુબળો હતો, હવે કેવો જાડો થઇ ગયો છે ! પહેલા તો ચશ્મા પણ પહેરતો ન હોતો... હવે તો કેવા જાડા ચશ્મા છે ! પહેલા ડામર જેવો કાળો તું, હવે રૂની પુણી જોવો ધોળો કેવી રીતે થઇ ગયો ! એક વર્ષ પહેલા તો તું કેવો બટકો હતો, એક વર્ષમાં તારી હાઇટ આટલી કેવી રીતે વધી ગઇ ?’ પેલાએ મુંઝાઇને નમન સામે જોઇ પૂછ્યું -‘ભાઇ ! તમે કોણ છો ? હું તો તમને ઓળખતો નથી !' નમનઃ ‘અલ્યા ! એક વર્ષમાં તારી સ્મરણશક્તિ પણ જતી રહી ? પહેલા તો તું વર્ષોનું યાદ રાખતો હતો... કમાલ ! તારી યાદશક્તિ પણ બદલાઇ ગઇ...' પેલો - અરે ! તમે કોની વાત કરો છો ! નમનઃ અલ્યા છગન ! તારી તો વાત કરું છું... પેલો - મિસ્ટર ! હું છગન નથી, મગન છું... નમનઃ અલ્યા ! તેં તો નામ પણ બદલી નાખ્યું ! હવે આ નમનને કોણ કહે - અલ્યા ટપ્પી ! જે મૂળથી જ છગન ન હોય, એને સાવ બદલાઇ ગયો કહીને તારી બુદ્ધિનું પ્રદર્શન કર નહીં । વાત આ છે કે જ્યારે સાચી પ્રત્યભિજ્ઞા (પૂર્વે અનુભવેલાનું ફરી સ્મરણ) થાય છે કે આજ પેલો પાંચ વર્ષ પહેલાનો છગન ? ત્યારે નિત્યાનિ સમાધિનો પ્રાણવાયુ ૩૧
SR No.023296
Book TitleSamadhino Pranvayu
Original Sutra AuthorN/A
AuthorVijayajitshekharsuri, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy