SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमाणनयैरधिगमः શ્રી પ્રેમભુવનભાનુસૂરિ સમુદાયના તેજસ્વી તારલાઓમાંના એક એવા પંન્યાસ શ્રી સંયમબોચિવિજયજી ગણિવરે શ્રી ભુવનભાનુ-પદાર્થ-પરિચય-શ્રેણિનો પ્રારંભ કર્યો. તેમાં આચાર્ય શ્રી અભયશેખરસૂરિજીએ જે જૈન પ્રમાણવાદ અને નયવાદ વિષય ઉપર પુસ્તકાલેખન કર્યું છે અને તે પુસ્તકની પ્રસ્તાવના લખવા મને જણાવ્યું તે માટે તેમનો આભાર સહ આનન્દ. શ્રી તીર્થંકર પ્રભુએ કેવલજ્ઞાની (સર્વજ્ઞ) બનીને જે નવ કે સાત તત્ત્વો પ્રકાશ્યા-અર્થસભર તે તત્ત્વો ઉપર પૂર્ણ શ્રદ્ધાને, વાચકવર શ્રી ઉમાસ્વાતિ ભગવંતે સમ્યગ્ગદર્શન હોવાનું ભાખ્યું છે. સમ્યગુદર્શન વગર મોક્ષ નથી. આ સમ્યગ્દર્શનપ્રાપ્તિ નિસર્ગતઃ (સહજ રીતે) અથવા અધિગમ (નવતત્ત્વોના બોધ) દ્વારા થાય છે. શ્રી તત્ત્વાર્થસૂત્રકાર જણાવે છે કે પ્રમાણ અને નય દ્વારા તત્ત્વાર્થનો સમ્યગુ અધિગમ (બોધ) પ્રાપ્ત થાય છે. જો કે અલ્પાચુ હોવાથી “નય-પ્રમાણ” એક રીતે નય' પદનો પૂર્વનિપાત થવો જોઇએ. પરન્તુ નય કરતાં પ્રમાણ ચઢીયાતું હોવાથી (અચ્યું હોવાથી) “પ્રમાણ' પદનો પૂર્વનિપાત કર્યો છે. જૈન દર્શનમાં કોઇપણ જડ પદાર્થ (ઇન્દ્રિય વગેરેને) પ્રમાણ તરીકે | સ્વીકારાયું નથી પરંતુ સમ્યગુ જ્ઞાનને જ પ્રમાણ તરીકે સ્વીકારાયું છે. મનુષ્યાદિના મૃત ફ્લેવરમાં ઇન્દ્રિય અને વિષયનો સંનિકર્ષ તેમજ ઇન્દ્રિય અને આત્મા કે મનનો સંનિકર્ષ હોવા છતાં ત્યાં જ્ઞાનનો ઉદય ન થવાથી પ્રમાણને અવકાશ નથી. જૈન દર્શનમાં જે તે જ્ઞાનને પ્રમાણ માનવામાં આવ્યું નથી. પ્રમાણનયતત્ત્વાલક ગ્રન્થમાં વાદીદેવસૂરિ મહારાજે સ્વ-પર વ્યવસાયિ જ્ઞાનને ‘પ્રમાણ’ હોવાનું જણાવ્યું છે-કલિકાલ સર્વજ્ઞ આ. હેમચન્દ્રસૂરિજીએ સમ્યમ્ અર્થનિર્ણયને પ્રમાણ ગણાવ્યો છે. વ્યવસાય શબ્દનો અર્થ પણ નિર્ણય જ છે. શ્રી હેમચન્દ્રસૂરિજીએ સ્વ એટલે કે “જ્ઞાન”ના નિર્ણયને વાસ્તવિકતા હોવા છતાં પ્રમાણના લક્ષણમાં જરૂરી ન હોવાથી ‘સ્વ'પદનો અન્તર્ભાવ કર્યો નથી. બાકી બંનેનું તાત્પર્ય એક જ છે.
SR No.023295
Book TitleSamadhanam
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy