SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ નળાખ્યાનનું પગેરું / ૭૧ પ્રકારની કવિત્વમય અને સુરુચિપૂર્ણ કલ્પનાઓ રજૂ કરે અને પાછળથી લખાયેલી કૃતિમાં નિકૃષ્ટ પ્રકારની, કવિત્વહીન, સુરુચિને ભંગ કરે એવી કલ્પનાઓ રજૂ કરે તે કઈ રીતે સંભવી શકે? ભાલણે પિતાના નળાખ્યાનમાં સરોવરની, દે નળનું સ્વરૂપ ધારણ કરે છે તે પ્રસંગની, દમયંતીએ દેનાં બતાવેલાં કલંકની, દેવોના યાચકપણ વિશે નળના વિચારની જે મૌલિક ક૯૫ના બતાવી છે તેનું આ નળાખ્યાનમાં નામનિશાન નથી. બીજી બાજુ, બીજા નળાખ્યાનમાં આવતી “રતિયુદ્ધ'ની, “વિહાર વૃક્ષના ફળની ” કે “માખણ તાવવા'ની મૌલિક કલ્પનાનું ભાલણના પહેલા નળાખ્યાનમાં કયાંય નામનિશાન મળતું નથી. આ થઈ મૌલિક કલ્પનાની વાત. નૈષધીયચરિત માંથી ભાલણે પિતાના નળાખ્યાનમાં જે સંખ્યાબંધ ક૯પનાઓ લીધી છે તેમાંની એક પણ કહ૫ના બીજા નળાખ્યાનમાં જોવા મળતી નથી. પહેલી વારની કૃતિમાં “નૈષધીયચરિત 'ની આટલી બધી છાપ હેય અને બીજી વારની કૃતિમાં તે બિલકુલ ન હોય એ કઈ રીતે સંભવી શકે ? આ ઉપરાંત, ભાલણે પિતાના “નળાખ્યાન માં મહાભારતની મૂળ કથામાં ન હોય એવા જે કેટલાક નાના મૌલિક પ્રસંગે ઉમેર્યા છે તેમાંને એક પણ આ બીજ નળાખ્યાન'માં નથી. અગ્નિશર્મા નામના બ્રાહ્મણ-પથિકને પ્રસંગ, પુષ્કર બળદ લઈ ઘત રમવા આવે છે તે પ્રસંગ, દમયંતી હંસ ઉપર ઓઢણું નાખે છે તે પ્રસંગ, નળને શોધવા માટે દમયંતી સખીઓ સાથે હાથાજોડી કરે છે તે પ્રસંગ – આવા કેટલાક પ્રસંગે ભાલણે નળાખ્યાનમાં જે મૂક્યા છે તે આ બીજ નળાખ્યાન'માં નથી. વળી, મૂળ મહાભારતની કથા સમજવામાં ભાલણે પોતાના નળાખ્યાન'માં ભૂલ ન કરી હોય તે આ બીજી વારના નળાખ્યાનમાં કરે ખરો? પહેલી વાર યમ, વરુણ અને હુતાશન એ ત્રણ દેવ ઇન્દ્ર
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy