SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જ | પડિલેહ ઘસડી જાય છે કે અચાનક વચ્ચે તેને છોડી દેવા હેય તે તે ગાઢ વનમાં ભૂલા પડેલા પથિક જેવી સ્થિતિ અનુભવે. ચપૂસ્વરૂપની આ કૃતિમાં વર્ણને વિવિધ પ્રકારનાં જેવા મળે છે. સ્ત્રીઓ, પુરુષ, નગરીઓ, અટવીઓ, પર્વત, સમુદ્રનાં તેફાને, દુષ્કાળ, રાત્રિ, સંધ્યા, પ્રભાત, ઋતુઓ, દેવક, મુનિઓ, નારકી, તિર્યંચગતિનાં દુઃખો, આકાશમાર્ગમાંથી પૃથ્વીલેક, અંતપુર, શબર, વિદ્યાધરો, છાત્રાલય, હાથી, ઘોડા, વાઘણ, પિપટ, વૃક્ષ, કર્ણપૂરક સાથે જલક્રીડા વગેરે ઘણી વસ્તુઓનાં વિગતે વર્ણન કવિએ જુદી જુદી કથાઓના સંદર્ભમાં કર્યા છે. ક્યારેક સમાસયુક્ત તે ક્યારેક સરળ ભાષામાં, ક્યારેક શ્લેષાત્મક તે ક્યારેક રૂપક શૈલીથી, ક્યારેક ઉપમાઓની હારમાળા વડે તે કયારેક અવનવી ઉપેક્ષાઓ વડે કર્તાએ વર્ણને કર્યા છે. નારી જાતિની ઉપમાઓ વડે દુકાનની હારનું કવિએ કરેલું વર્ણન જુઓ : એ નગરીને દુકાનમાર્ગોમાં કેટલીક દુકાનેની હાર જાણે ચતુર કામીજનેની લીલાની જેમ કેસર, કપૂર, અગર, કસ્તૂરી, સુગંધી, પટવાસની ગોઠવણીવાળી છે. કેટલીક વળી કિનારા પરની વનરાજિ હેય તેમ એલચી, લવિંગ, કંકાલના ઢગલાઓ જેના મધ્યભાગમાં છે એવી છે. બીજી કેટલીક દુકાનેની હાર શેઠની પુત્રીની માફક મેતી, રન, સુવર્ણથી ઉજજવલ છે. કેટલીક નેતરની દુકાને કુલટા સ્ત્રીઓની જેમ પરપુરુષને દેખવા માટે તામ્રવર્ણ, શ્યામ, ઉજજ્વલ અણિયાળી બે આંખે પ્રસારી છે એવી છે. બીજી કેટલીક ખલપુરુષની ગેષ્ઠીમંડળી જેવી બહુવિધ વ્યસનો(લેષથી બીજો અર્થ વ)થી ભરેલી છે. કેટલીક ગ્રામયુવતીઓ જેવો પિત્તળના ચળકાટવાળી, શંખનાં બલેયાં તથા કાચમણિની શોભાવાળી અને જેના મુખમાંથી કચૂરોની દુર્ગધ નીકળે છે એવી છે. બીજી કેટલીક રણભૂમિ જેવી છે, જેમાં બાણ, ધનુષ્ય, તરવાર, ચક્ર, ભાલાના સમૂહો દેખાય છે. કેટલીક
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy