SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ | પડિલેહા પ્રાકૃત ભાષામાં ધર્મગ્રંથોના પ્રકારનું તે પુષ્કળ સાહિત્ય લખાયું છે. પરંતુ કવિતા, વાર્તા જેવા લલિત સાહિત્યનું પણ ઠીકઠીક સર્જન થયું છે. એવા ગ્રંથની રચનામાં પાદલિપ્તાચાર્ય, હરિભસૂરિ, વિમલસૂરિ, ઉદ્દદ્યતનસૂરિ, સિદ્ધર્ષિગણિ વગેરેએ મૂલ્યવાન ફાળો આપ્યો છે. પ્રાકૃત કથાઓના પ્રાચીન ગ્રંથોમાં બાણ ભટ્ટની “કાદંબરી'ની તેલ આવે, “કાદંબરીને મુકાબલે કરી શકે, બકે, કઈ કઈ બાબતમાં તે “કાદંબરી' કરતાં પણ અધિક ચડે એવી કૃતિ તે પ્રાકૃત મહાકથા કુવલયમાલા” છે. પ્રાકૃત ભાષાના અનેરા આભૂષણ જેવા લગભગ ૧૩૦૦૦ લેક પ્રમાણ ગ્રંથશિરોમણિ “કુવલયમાલા'ની રચના વિક્રમના નવમા સૈકામાં, વિ.સં.૮૩૫માં શ્રી તત્વાચાર્યના શિષ્ય શ્રીઉદ્યોતનસૂરિએ કરી હતી. પરંતુ એક યા બીજા કારણે આ અપૂર્વ ગ્રંથને અભ્યાસ અન્ય પ્રાચીન જૈન કથાગ્રંથની સરખામણીમાં બહુ થયે હેાય એમ જણાતું નથી. આ ગ્રંથની બહુ હસ્તપ્રત તૈયાર થઈ હોય અથવા એના ઉપર કઈ ટીકાની રચના થઈ હોય એવું પણ જોવા મળતું નથી. પરંતુ બીજી બાજુ આ ગ્રંથ તદ્દન અપરિચિત રહ્યો હશે એવું પણ નથી. વિક્રમના અગિયારમા બારમા સૈકામાં નેમિચંદ્રસૂરિએ “આખ્યાનમણિશ'માં “કુવલયમાલા ની માયાદિત્યની કથાને નિર્દેશ કર્યો છે અને પ્રદેવસૂરિએ તેના ઉપર રચેલી વૃત્તિમાં માયાદિત્યની કથા સંક્ષેપમાં આપી છે. આ કથા “કુવલયમાલા 'ની કથાને આધારે આપવામાં આવી છે એમાં કંઈ સંશય નથી. એમાં કેટલીક પંક્તિઓ સીધેસીધી “કુવલયમાલા માંથી લીધેલી છે.* કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યના ગુરુ શ્રીદેવચંદ્રસૂરિએ પોતાની કૃતિ “સંતિનાચરિય માં “કુવલયમાલાના કર્તાની નીચે * જુઓ પ્રાકૃત ટેકસ્ટ સાયટી તરફથી પ્રકાશિત થયેલ “આખ્યાન મણિશ” પૃ. ૨૧૮ થી ૨૫.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy