SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય | ૨૬૧ પ્રમાણ કરતાં સામાજિક અને ધાર્મિક બાબતનું નિરૂપણ વિશેષ થયું છે. ઇતિહાસ અને કવિતાની દૃષ્ટિએ નહિ એટલું સામાજિક પરિસ્થિતિની અને કાચારના નિરૂપણની દષ્ટિએ એનું મૂલ્ય છે. તેમ છતાં ઈતિહાસના સંશોધન માટે તે મહત્ત્વની સામગ્રી પૂરી પાડે છે એમાં પણ શંકા નથી. વિમલપ્રબંધમાં ‘કાન્હડદે પ્રબંધની સરખામણીએ કથાપ્રવાહ મંદ ગતિએ વહે છે. વળી એમાં પ્રસંગો પણ કૃતિનાં કદની અપેક્ષાએ ઓછા છે. આ પ્રબંધમાં વિમલ મંત્રીના જીવનને જ મુખ્યપણે આલેખવાને કવિને આશય હોવાથી તે પ્રશસ્તિકાવ્ય જે બની જાય છે. એમાં શ્રી, વીરમતી, રાજા ભીમદેવ, ઠડાનગરને રાજા, રામનગરના સુલતાને અને એમની બીબીએ, જૈન સાધુ ધર્મઘોષસૂરિ ઇત્યાદિ ગૌણ પાત્રોનું આલેખન પણ એટલું સુરેખ થયું છે. વિમલને પાત્રાલેખનમાં એનાં રાજદ્વારી કાર્યોને જેટલું પ્રાધાન્ય અપાયું છે, એના કરતાં એનાં ધાર્મિક કાર્યોને વિશેષ પ્રાધાન્ય અપાયું છે, પરંતુ જૈન સાધુકવિને હાથે તેમ બનવું સ્વાભાવિક છે. વસ્તુતઃ એ પ્રકારના નિરૂપણું માટે કવિએ વિમલમંત્રીના પાત્રની ગ્ય જ પસંદગી કરી છે એમ કહી શકાય. આ પ્રબંધની રચના કવિએ મુખ્યત્વે ચોપાઈના પ્રબંધમાં કરી છે અને એમાં દુહા, વસ્તુ, પવાડુ, દેશીઓના ઢાળને પણ ઉપયોગ કર્યો છે. કવિની બાની ક્યારેક પ્રસાદમય તે ક્યારેક ઓજસવંતી બને છે. કવિએ આ પ્રબંધમાં અલંકારોમાં ઉપમા ઉપરાંત અર્થાન્તરન્યાસને પણ ઠીકઠીક ઉપયોગ કર્યો છે. પરિણામે, એમની કેટલીક પંક્તિઓ સુભાષિત કે કહેવત જેવી બની ગઈ છે. ઉત એક વયરી, વિષવેલડી એ બિહું, ત્રીજી વ્યાધિ, જાઉ ઉગતી છેદીઈ, તુ સિરિ હુઈ સમાધિ.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy