SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ નળાખ્યાનનું કથાવસ્તુ / ર૪૩ લાગે. છેલ્લી છ કડીમાં પ્રેમાનંદે કવિ પરિચય, કૃતિની રચના સાલ, સ્થળ વગેરે આપી, ફરી એકવાર કૃતિની ફલશ્રુતિ જણાવી આ આખ્યાનનું સમાપન કર્યું છે. આમ પ્રેમાનંદના નળાખ્યાન'નાં કથાવસ્તુનું આપણે આવલેખન કર્યું. ભાલણ અને નાકર જેવા પોતાના પુરોગામી કવિની જેમ પ્રેમાનંદે પણ, મહાભારતના “ઉપાખ્યાન'ને આધારે સ્વતંત્ર કૃતિનું સર્જન કર્યું છે. પરંતુ ભાલણ ખાસ, અને કેટલેક અંશે નાકર, મહાભારતની કથાને વફાદાર રહે છે ત્યારે પ્રેમાનંદે તે માત્ર તેને આધાર જ લીધો છે, અને આખી કૃતિનું સર્જન પિતાની સ્વતંત્ર, મૌલિક પ્રતિભાશક્તિથી કર્યું છે. ભાલણનું નળાખ્યાન વાંચતાં મહાભારતની સંસ્કૃત નલકથા એણે બરાબર વાંચી હશે એવી સ્પષ્ટ પ્રતીતિ વારંવાર થાય છે. પ્રેમાનંદનું નળાખ્યાન વાંચતાં, સ્થળે સ્થળે નાની નાની વિગતેમાં જે ફેર જોવા મળે છે (અને એવા બધા જ ફેરફાર ભિન્ન, મૌલિક નિરૂપણ કરવાના આશયથી જ એણે કર્યા હોય એવું નથી ) તે લક્ષમાં લેતાં, એણે મૂળ સંસ્કૃત મહાભારતની “ નલકથા” વાંચી નથી એવી સ્પષ્ટ પ્રતીતિ થાય છે પ્રેમાનંદના “નળાખ્યાન” ઉપર એના પુરોગામી કવિઓ ભાલણ અને નાકરની અસર થઈ છે. એટલું જ નહિ, જૈન-પરંપરાની નલકથાની, તેમાંયે વિશેષતઃ માણિજ્યદેવસૂરિત “નલાયન' મહાકાવ્યની સીધી કે આડકતરી અને તે પરથી રચાયેલ નયસુંદરકૃત “નળદમયંતી રાસની ઠિીકઠીક અસર પડી છે એમ સંખ્યાબંધ પ્રસંગેની વિગતે સરખાવવાથી લાગે છે. પ્રેમાનંદ ઉપર એના પુરોગામી કવિઓની અસર પડી હોવા છતાં, એ ઉચ, મૌલિક સ્વતંત્ર પ્રતિભાવાળા કવિ છે, એમ એનું ‘નળાખ્યાન' વાંચતાં આપણે પષ્ટ જોઈ શકીએ છીએ. ભાલણ, નાકર વિગેરેની કૃતિઓ સાથે સરખાવતાં, શ્રેમાનંદનું “નળાખ્યાન' વધુ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy