SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ | પડિલેહ રાજગાદી પર સ્થાપી, તાપસી દીક્ષા ધારણ કરી વનમાં જઈ તાપસાશ્રમની ઝૂંપડીમાં રહેવા લાગ્યાં. રાણું ઈધણ લાવતી, ગાયના છાણથી ઝૂંપડી લીંપતી, ઘાસની શય્યા તૈયાર કરતી; રાજા વનમાંથી ચોખા વગેરે અન્ન લઈ આવતા. આ રીતે તેઓ બંને તપ કરતાં કરતાં પિતાના દિવસે પસાર કરવા લાગ્યાં. કવિ લખે છેઃ આણુઈ રાણું ઈધણી, વનફલ ફૂલ વિશાલે છે, કેમલ વિમલ તરણે કરી, સેજ સાજઈ સુકમાલે છે. સેજ સજઈ સુકમાલ રાણ, ઇંગુદી તેલઈ કરી, ઉટલા ઉપરિ કરઈ દીવ, ભગતિ પ્રિીની મનિ ધરી. એટલે લિંઈ આણિ ગેબર, ગાઈ છઈ તિહાં વન તણી, વન વીહિ આણઈ આપતાપસ, આણુઈ રણ ધણી. તપસ્યા કરઈ તાપસ તણી, નિરમમ નઈ નિરમાય , સૂવું સીલ પાલઈ સદા, ધ્યાન નિરંજન ક્યા છે. વનમાં ગયા પછી થોડા વખતમાં જ રાજાએ રાણી ધારિણીને ગર્ભવતી થયેલી જોઈ. રાજાએ રાણને કારણ પૂછ્યું. રાણુએ કહ્યું, “ગૃહસ્થાવસ્થામાં જ હું ગર્ભવતી હતી, પરંતુ દીક્ષા લેવામાં અંતરાય થાય એટલે મેં એ વાત તે વખતે અપ્રગટ રાખી હતી. ત્યાર પછી, ગર્ભકાળ પૂરો થતાં રાણીએ એક પુત્રને જન્મ આપે. પરંતુ પતિ પ્રસવમાં જ માંદી થઈ મૃત્યુ પામી. જન્મેલા બાળકને વકલના વસ્ત્રમાં લપેટવામાં આવ્યું હતું એટલે પિતાએ એનું નામ “વલચીરી રાખ્યું. વનમાં દૂધ, વનફળ વગેરે વડે “વલ્કલચીરી' મોટો થયો. પશુઓ સાથે એ રમતે, પિતા પાસે ભણત અને પિતાની સેવાચાકરી કરતે. ક્રમેક્રમે એ યુવાનીમાં પ્રવેશ્યા, પરંતુ તે તદ્દન ભેળે બ્રહ્મચારી જ રહ્યો હતો. સ્ત્રી એટલે શું એની પણ એને ખબર નહતી. આ બાજુ પિતાની ગાદીએ આવેલ પ્રસન્નચંદ્ર માટે થયે અને સુખેથી રાજ્ય કરવા લાગ્યું. એણે એક વખત સાંભળ્યું કે
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy