SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ | પડિલેહ બાલકથાપ્ય બાપડ, નાહક ઘણુ નિપટ્ટ; વછરી વહિલા વિટિસ્ય, નગરી ઘણું નિક, બઈયર થારી બાપડી, પડિસ્કઈ બંદિ પ્રગટ્ટ, નંદન મારી નાંખિસ્યુઈ, દલ મુહડ દહવટ્ટ. અરે, આ તે પાખંડી છે, પાખંડી. પુત્રને ગાદી આપી પોતે તપશ્ચર્યા કરવા નીકળ્યા છે, પણ એમને ખબર નથી કે શત્રુઓ વખત જોઈને એની નગરીને ઘેરે ઘાલશે, એની રાણીને કેદ પકડશે, એના પુત્રને મારી નાખશે, અને પુત્ર મરતાં આ નિઃસંતાન મુનિને કોઈ પિંડદાન દેશે નહિ અને તેથી તે દુર્ગતિ પામશે.” દુમુખનાં આવાં વચન તે મુનિને કાને પડ્યાં. પરંતુ રાજા શ્રેણિકને આ બંને દૂતના વિવાદની કંઈ ખબર ન હતી. તેઓ તે જેવા આ મુનિવર આગળથી પસાર થયા તેવા હાથી પરથી ઊતરી મુનિને પ્રણામ કરી આગળ ચાલો, તેઓ ભગવાન મહાવીર પાસે પહોંરયા. ભગવાનની દેશના સાંભળ્યા પછી શ્રેણિક રાજાએ પ્રશ્ન કર્યો, “હે ભગવન્! રસ્તામાં મેં એક મુનિવરને જોયા. ઉગ્ર તપશ્ચર્યા કરનાર તે મુનિવર જો હમણું કાળધર્મ પામે તે તેમની ગતિ કેવા પ્રકારની થાય ? ” ભગવાને કહ્યું, “તે સાતમી નરકે જાય.” આવી ઉગ્ર તપશ્ચર્યા કરનાર સાતમી નરકે જાય એ જવાબ સાંભળી શ્રેણિક રાજાને ઘણું આશ્ચર્ય થયું. તેમના મનમાં સંશય થયો. કંઈ સમજ ન પડી એટલે થોડી વાર પછી તેમણે ભગવાનને ફરીથી પ્રશ્ન કર્યો. ભગવાને કહ્યું, “હવે તે જે કાળધર્મ પામે તે સર્વાર્થ સિદ્ધિએ જાય.” ભગવાનના આવા ઉત્તરથી રાજાને વધારે સંશય થયે. ભગવાને ખુલાસો કરતાં કહ્યું, “દુમુખના વચનથી તે મુનિ રૌદ્રધ્યાનમાં આરઢ થયા હતા. તેમણે મનમાં ને મનમાં પોતાના શત્રુઓ સાથે સંગ્રામ માંડયો હતો. અને તે જ વખતે જો તે કાળધર્મ પામ્યા હેત તે નરકગામી થાત. પરંતુ મનમાં ને મનમાં શત્રુઓ પર એક
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy