SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ભારતમાં વાદે / ૧૧ વૈદિક અથવા બ્રાહ્મણુ પરંપરામાં ઉત્તરકાળમાં જગત, ઈશ્વર, ચિત્, અચિત્, સુખદુ:ખ, કર્મ, જ્ઞાન, આનંદ, અવિદ્યા વગેરેનાં સ્વરૂપ અને ધર્મ વિશેના મતમતાંતરમાંથી જે વિવિધ માન્યતાએ જન્મી અને એના પુરસ્કર્તાએ એના જે પ્રચાર કર્યા તેને પરિણામે સાંખ્ય, યેાગ, ન્યાય, વૈશેષિક મીમાંસા અને વેદાંત એ છ દર્શાના પ્રચારમાં આવ્યાં, એમાંથી શૈવદર્શન, નકુલીશપાશુપતદન, પૂ`પ્રજ્ઞદન, પ્રત્યભિનંદન રસેશ્વરદર્શીન, ઔલુકયદર્શન, અક્ષપાદન, જૈમિનીદર્શીન, પાણિનીદર્શન, સાંખ્યદર્શન, પાતંજલદર્શન, રામાનુજન, શાંકરદર્શન વગેરે દના, વાદા પ્રચલિત બન્યાં. ભગવાન મહાવીરની પૂર્વે ભગવાન પાર્શ્વનાથના સમયમાં નિ થ કામણે! તે સમયના જૈન ધર્મ પ્રમાણે અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એ ચાર મહાવ્રતામાં માનતા હતા. તેની આ માન્યતા ચાતુર્યામસવરવાદ તરીકે ઓળખવામાં આવતી હતી. ભગવાન મહાવીરે ચાર મહાવ્રતાને છૂટાં પાડી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતાના ઉપદેશ આપ્યો. જૈન ધર્મમાં પણ તદુપરાંત શ્વેતાંબર અને દિગમ્બર એવા બે મહત્ત્વના વાદે ઊભા થયા અને તેની સાથે બીજી કેટલીક બાબતાના મતભેદેશને કારણે ખીન્ન પેટા વાદા પણુ વધ્યા હતા. અલબત્ત, ભગવાન મહાવીરે પ્રખાયેલ સ્યાદ્વાદે અથવા અનેકાન્તવાદે પોતાનામાં ઘણા વાદેને સમાવી લીધા અને સંઘર્ષ ટાળ્યા. બૌદ્ધ ગ્રંથ દીનિકાય'ના બ્રહ્મજાલ સૂત્રમાં નિર્દેશ છે તે પ્રમાણે ભગવાન બુદ્ધના સમયમાં ૬૬ અબૌદ્ધવાદે પ્રચલિત હતા. તેમાં આત્મા અને જગત નિત્ય છે એમ માનનારા શાતાવાદીઓમાં ચાર જુદા જુદા વાદ હતા. અશાશ્વતવાદીઓમાં પણ ચાર જુદા જુદા વાદ હતા. જગત નિત્ય છે કે અનિત્ય એ વિશે મતભેદવાળાં અતાતિકામાં પણ ચાર જુદા જુદા વાદ હતા. કાઈ પ્રશ્નના સીધા જવાબ ન આપનારા અમરાવિકએપિકામાં પણ ચાર જુદા જુદા વાદ હતા. કારણ વગર આત્મા
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy