SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ { પડિલેહા - રાસકૃતિઓમાં કેટલીક વાર એના કર્તા કવિઓ રાસમાં વચ્ચે વચ્ચે પ્રગટપણે સીધે ઉપદેશ આપવા લાગતા હોય છે. પરંતુ આ રાસમાં સમયસુંદરે કચય એ રીતે પ્રગટપણે સીધે ઉપદેશ આપ્યો. નથી. અલબત્ત, પ્રસંગાનુસાર એમણે કેટલેક સ્થળે ધર્મની વાત સાંકળી લીધી છે. ઉદાહરણ તરીકે, મૃગાવતી અને શતાનીક રાજાનું મિલન થાય છે અને તેઓ કૌશામ્બીનગરી પાછા ફરે છે એ પ્રસંગે મૃગાવતી કેટલુંક ધર્મ કાર્ય કરે છે તેનું વર્ણન કરતાં કવિ લખે છે: મૃગાવતીના કરું વખાણ, પ્રથમ છેડાવ્યા બંદીવાણ; લાખણ લીધઉ સોભાગ, સાચલ જીવ દયા સૅ રાગ. હીન દીન દુખિયા ઉધરાઈ, દાન પુણ્ય પણિ અધિક કર દુષ્કર તપકિરિયા આદરઈ, પાલઈ સીલ સદા મન ખરઈ. આરાધઈ એક અરિહંત દેવ, સૂધા સાધુ તણી કરઈ સેવ; આપઈ ગુપ્ત સુપાત્રઈ દાન. પણિ લિગાર ન કરઈ અભિમાન. સાહમ નઈ બલિ સાહમિણિ તણું, ભગતિ જુગતિ રાણી કરઈ ઘણી; ધરમ કરઈ સુધ શ્રાવક તણઉ, પણિ વઈરાગ ધન અતિ ઘણુઉ. રિદ્ધિ દેખી નઈ ન કરઈ ગર્વ, જાણઈ અથિર અનિત્ય એ સર્વ; કુટુંબ સંબંધ કારિમલ તિસઉ, તરુ પંખી ન મેલઉ તિસઉ. કેધ માન માયા વિલિ લેભ, અધિક કરતા ન ચઢાઈ સભ ઈમ જાણું વારઈ તેડનઈ, ધન્ય તિકે પઈ એહનઈ. ચંડઅદ્યતને આક્રમણ સમયે શતાનીક રાજા અત્યંત અસ્વસ્થ અને ક્ષુબ્ધ બની જાય છે, અને આક્રમણને આઘાત ન જીરવાતાં એને અંત સમય જ્યારે પાસે આવી પહોંચે છે ત્યારે તે સમયે પિતાના પતિને આશ્વાસન આપતાં મૃગાવતી જે શબ્દ કહે છે તે જુઓ : અહ તણી ચિંતા મત કરઈ, તું સમરિ શ્રી વીતરાગ; સંસારની માયા તજી, તું વાલિ મન વયરગેજી. જગમાંહિ કે કેહનઉ નહીં, કારિયઉ સગપણ એહ,
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy