SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવર સમયસુ ંદર / ૧૭૫ સમયસુંદરને પેાતાની વૃદ્ધાવસ્થાને લીધે તથા શારીરિક નબળાઈને લીધે હવે વધારે વિહાર કે સ્થળાંતર કરવાનું ફાવે તેમ નહેતું. તેઓ તે સમયે ગુજરાતમાં વિહાર કરતા હતા. સં. ૧૬૯૬થી તે અમદાવાદમાં સ્થિર થઈ ગયા, આ સમય દરમ્યાન તેમની લેખનપ્રવૃત્તિ ચાલુ જ હતી. પણ હવે તે ક'ઈક મંદ પડી ગઈ હતી. સં. ૧૭૦૦માં ‘દ્રૌપદી ચાપાઈ'ની રચના કર્યા પછી છેલ્લાં ત્રણેક વર્ષ માં તેમણે કેાઈ મેાટી કૃતિની રચના કરી નથી. લગભગ જીવનના અંત સુધી આત્મકલ્યાણ અને સાહિત્યની ઉપાસના કરતાં કરતાં પેાતાના અંતસમય સમીપ જણાતાં અનશન કરીને સં. ૧૭૦૩ના ચૈત્ર સુદી તેરસને દિવસે, મહાવીર જયંતીને દિવસે તેએ કાળધર્મ પામ્યા. એમના એક પ્રશિષ્ય કવિ રાજસામે એમના અવસાનના ઉલ્લેખ એમને અલિ આપતા એક ગીતમાં કર્યો છે “અણુસણુ કરી અણુગાર, સંવત સત્તર હે! સય ખીડાત્તરે અહમદાવાદ મઝાર, પરલેાક પહુંતા હૈ। ચૈત્ર સુદિ તેરસે ,, આમ સમયસુ ંદરે લગભગ નેવું વર્ષનું આયુષ્ય ભોગવ્યું, કદાચ બે-ત્રણ વર્ષ વધારે હશે, પશુ આછાં નહિ. અવસાનનાં ત્રણેક વર્ષોં પહેલાં એમણે દ્રૌપદી ચોપાઇ' જેવા સુદી' કાવ્યની રચના કરી હતી, એ બતાવે છે કે વૃદ્ધાવસ્થામાં પણ એમણે લેખનપ્રવૃત્તિ ચાલુ રાખી હતી. સમયસુ ંદરની સાહિત્યસેવા વિપુલ તથા ઉચ્ચક્રોટિની છે. તેમણે સ’સ્કૃત, પ્રાકૃત તેમ જ ગુજરાતી ભાષામાં કૃતિની રચના કરી છે, તેમણે વ્યાકરણ, ટીકા, કાવ્યલક્ષણુ, છંદ, ન્યાય, જ્યાતિષ, શાસ્ત્રચર્ચા, સિદ્ધાંતચર્ચા, અનેકાર્થ સાહિત્ય, ઇતિહાસ, પ્રબંધ, રાસ, ચેાપાઈ, સંવાદ, ખાલાવખાધ, ચાવીસી-છત્રીસી, સ્તવન, સઝાય, ગીત વગેરે તે સમયના સાહિત્યપ્રકારા ઠીકઠીક પ્રમાણમાં ખેડયા છે. ગીત, સજાય, સ્તવનાદિ સેકડા નાની નાની કૃતિઓ ઉપરાંત તેમણે સંસ્કૃતમાં લગભગ વીસેક
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy