SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ / પડિલેહા પ્રજવલિત થાય છે. વિવેકે પેાતાના પિતા મનને આપેલે ઉપદેશ આ પ્રમાણે છેઃ પાઈ લાગિય પાઈ લાગિય વધિ સુવિવેક; છ સીખામણુ દિ ઈસી, તુમ્હી તાત ! એ કિસિઉ મિડ3* ? પરમેશ્વર અણુસરઉ, મેાહતણુઉ અદાવ્ડ ડિઉ, સમતા સઘલી આદરઉ, મમતા મુ`ક રિ; યારિ હણી, પાંચઈ જિણી, ખેલઉ સમરસ પૂરિ એક અક્ષર એક અક્ષર અઈ ૐ કાર; તિણિ અક્ષરિ થિર થઈ રહઉ, પામઉ પરમાનંદ. ( મેાહના દાહ છેાડી પરમેશ્વરને અનુસરો, સઘળે સમતા આદર, મમતા દૂર કરા, ચાર કષાયેાને હણી, પાંચ ઇન્દ્રિયાને છતી સમરસના પૂરમાં ખેલે અને એક કાર અક્ષરમાં સ્થિર થઈ રહી પરમાનંદ પામેા ). વિવેક આમ, જ્યારે મેાહના પરાજય કરી રાજ્ય પાછું મેળવે છે ત્યારે ચેતના રાણી અજ્ઞાતવાસમાંથી બહાર આવી વિવેકની મદદ વડે પરમહંસ રાને કાયા નગરીના અને માયાના બંધનમાંથી મુક્ત કરાવે છે, એ રીતે પરમહંસ રાજા ત્રિભુવનનું રાજ્ય ફરીથી કરવા લાગે છે. આમ, આ રૂપકકાવ્યમાં જયશેખરસૂરિએ રૂપક દ્વારા આત્મા, ચેતના, માયા, પ્રવૃત્તિ, નિવૃત્તિ, મેાહ, વિવેક, સુમતિ, સંયમશ્રી, કામ, રાગ, દ્વેષ વગેરેનાં સ્વરૂપ અને રહસ્ય સુ ંદર રીતે સમજાવ્યાં છે. આખી રૂપક–વાર્તામાં સાતત્ય, સુસંગતિ અને ઔચિત્ય પૂરેપૂરાં જળવાયાં છે. સારાં અને નરસાં એમ ભય પ્રકારનાં ગુણુતત્ત્વને પાત્ર તરીકે કલ્પી, તેમના પરસ્પર સ`વાદમય કે સંઘર્ષમય વ્યવહારને આધારે કથાવસ્તુની ગૂંથણી કવિએ એવી રીતે કરી છે કે જેથી કથા રસિક બની છે અને વાચકનું ઉત્તરોત્તર વધતું જતુ· કૌતુક સાદ્યંત જળવાઈ રહે છે. વ્યાવહારિક આધ્યાત્મિક ભય દષ્ટિએ રૂપકની
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy