SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ / પડિલેહા આમ, ચિત્રપટ પ્રમાણે સં. ૧૬૪૫-૪૬ની આસપાસ તેમને જન્મ થયા હેાવા જોઈએ અને ‘મુજસવેલી ભાસ' પ્રમાણે સ ૧૬૭૯-૮૦માં થયા હેાવા જોઈએ. આ બન્ને પ્રમાણામાંથી કયા પ્રમાણને આપણે વધારે આધારભૂત માનવું? ચિત્રપટની બાબતમાં એ મૂળ વસ્તુ આપણને મળે છે અને ‘મુજસવેલી ભાસ'ની બાબતમાં કર્તાના હસ્તાક્ષરની નહિ, પણુ પાછળથી થયેલી એની નકલની હસ્તપ્રત મળે છે. સંભવ છે કે પાછળથી થયેલી એની નકલમાં એક યા ખીજા કારણે દીક્ષાની સાલ લખવામાં કંઈ ભૂલ થઈ હેાય. વળી, 'સુજસવેલી ભાસ'કાર શ્રી યશોવિજયજીના સમકાલીન હતા, જયારે શ્રી નયવિજયજી ગણિ તે શ્રી યશેાવિજયજીના ગુરુ હતા. એટલે આ દૃષ્ટિએ જોતાં પણ ચિત્રપટ વધારે વિશ્વસનીય ગણાય, છતાં આ બાબતમાં અત્યારે નિર્ણય બાંધવાની ઉતાવળ કરવા કરતાં વધુ પ્રમાણેા મળવાની રાહ જોવી સારી એમ કહી શકાય. ઉપાધ્યાયજી મહારાજના બાળપણુ વિશે આપણને ખાસ કંઈ માહિતી મળતી નથી. એમના બાળપણના દિવસે વિશે એક એવી દંતકથા પ્રચલિત છે કે એમની માતા સૌભાગ્યદેવીને એવા નિયમ હતા કે જ્યાં સુધી તે • ભક્તામરસ્તાત્ર ન સાંભળે ત્યાં સુધી અન્નપાણી લેતાં નહિ. તે સાંભળવા માટે તે રાજ ગુરુ મહારાજ પાસે જતાં. એક વખત શ્રાવણ મહિનામાં સતત મુશળધાર વર્ષા થઈ અને તેથી સૌભાગ્યદેવી ગુરુમહારાજ પાસે જઈ ‘ભક્તામરસ્તાત્ર’ સાંભળી શકત્યાં નહિ. એવી રીતે ત્રણ દિવસ સુધી એમને ઉપવાસ થયા. ચેાથે દિવસે પણ વરસાદ ધ ન રહેવાને લીધે સૌભાગ્યદેવીએ જ્યારે ઉપવાસ કર્યા ત્યારે બાળક જસવંતે એનું કારણ પૂછ્યું, અને માતાએ તેનું કારણ કર્યું. એ વખતે બાળક જસવંતે માતાને · ભક્તામર સ્તાત્ર' સંભળાવ્યું અને અઠ્ઠમનું પારણું કરાવ્યું. રાજ પાતે માતા સાથે ગુરુમહારાજ પાસે જતા અને ભકતામર સ્તાત્ર સાંભળતા, તે
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy