SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ દિફ પરિમાણુ વિલયનાશ તે સંસ્કૃતિ અન્તર્ધાન એ શબ્દાર્થ છે. અહિં ૧૦૦ થી અધિક નિયમ નથી એ ખાત્રી છે તેમ ૫૦થી ન્યૂન નિયમ નથી એ પણ ખાત્રી છે, જેથી ૧૦૦ થી ઉપર ગમન કરે તે સાક્ષાત્ વ્રતભંગ છે, ને ૫૦ થી ઉપર ગમન કરે તે સાંશયિક હોવાથી વ્રતને ભંગ નથી. એ પ્રમાણે ભંગાભંગરૂપ અતિચાર છે. અહિં વ્રતધારી વતની અપેક્ષાવાળે છે કે ૧૦૦ થી ઉપર તે ન જ જવાય એ આશયે અતિચાર છે. પ્રશ્ન: આ ગુણવ્રતમાં ઉર્ધ્વગમન ને અાગમન કહ્યું તે પર્વતાદિ ઉર્વ દિશામાં અધિક જવાની અને કૂવા વિગેરે ઉંડા પ્રદેશોમાં અધિક ઉતરવાની શી જરૂર હોય ? તથા આ અતિચારમાં કઈ મતાન્તર છે ? ઉત્તર:–અહિં વૃદ્ધ સંપ્રદાય આ પ્રમાણે છે કે – પર્વતાદિ ઉર્વ પ્રદેશનો જે નિયમ કર્યો છે તે નિયમથી અધિક ઉંચે વા પર્વતના શિખર ઉપર કઈ વાનર વા પક્ષી વસ્ત્ર વા આભરણ લઈ ગયું હોય તે ત્યાં સુધી ઉપર ચઢવાનું આ નિયમવાળાને કલ્પતું નથી, પરંતુ જે ત્યાંથી વસ્ત્રાદિ સ્વતઃ પડીને નિયમિત ક્ષેત્રમાં આવી પડ્યું હોય તે લેવું કલ્પ, અથવા બીજે કઈ ચઢીને લઈ આવ્યા હોય તે - પણ લેવું કપે. આજ બનાવ અષ્ટાપદ ગિરનાર ઈત્યાદિ પર્વતેમાં ૧ બની શકે છે. ૧. વૃત્તિકર્તાએ આ વાત વૃદ્ધ સંપ્રદાયને અનુસરીને લખી છે. જેથી વૃદ્ધોના પ્રાચીન સમયે એ બનાવ અતિચાર ગ્ય.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy