________________
૧૬૮
શ્રી વિજયપધસૂરિત
તે સંઘમાં પ્રાસાદ સગ સય ચઉ સહસ ગાડાં હતાં, છત્રીસ સૂરિ અશ્વ પાંચ હજાર ઉત્તમ દીપતા.૧૭૮
અર્થ—શ્રીમાલી આભૂ શેઠે બાર કોડ સોનામહોરે. વાપરીને ચતુર્વિધ સંઘની સાથે વિમલગિરિ મહાતીર્થની યાત્રા સમતા પૂર્વક કરી, તે સંઘની અંદર સાતસો જિન પ્રાસાદ હતા. ચાર હજાર ગાડાં હતાં. છત્રીસ આચાર્યો હતા. તથા પાંચ હજાર ઉત્તમ ઘડાઓ હતા. ૧૭૮
વીસમા સૈકામાં સંઘ કાઢનારના નામ જણાવે છે – શેઠ છોટાલાલ લલુભાઈ રાજનગર તણા, ખરેચી હજારે સંધ કાઢે ભાવમાં ન જરી મણા; શેઠ માણેકલાલ મનસુખભાઈ લાખા દ્રવ્યને, ખરચી અપૂરવ સંઘ કાઢે ધન્ય આવા ધનિકને.૧૭૯
અર્થ –રાજનગર એટલે અમદાવાદના રહીશ એસવાલ શેઠ છોટાલાલ લલુભાઈએ હજારો રૂપીઆ ખચી સંઘ કાઢો. તેમણે ઉદારતામાં લેશ માત્ર ખામી રાખી ન હતી. વળી મારા ગુરૂ મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના ઉપદેશથી શેઠ માણેકલાલભાઈ મનસુખભાઈએ લાખો રૂપીઆ ખરચીને આ જમાનામાં અપૂર્વ વિશાલ શ્રી શત્રુંજયતીર્થને સંઘ કાઢયે હતે. ધન્ય છે આવા ધનવંત શ્રાવકને ૧૭૯
શેઠ માણેકલાલના સંઘની બીના જણાવે છે – તેમાં શ્રમણ શ્રમણી છસો દસ સહસ જન માને હતા, શકટાદિ પણ તેરસે વર બેંડ ડંકા શોભતા;