SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્થાન - ગુજરાત ઑફિસ : ૧૦૪, અભિગમ કોમ્પફ્લેક્ષ, પક્ષે માળે, ડો. હાઉસની સામે, પરિમલ ક્રોસીંગ પાસૅ, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬. ફોન : ૦૭૯-૨૬૪૬ ૨3 ૬ પૂર્વભૂમિકા પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ પ્રભુથી ચાલ્યા આવતાં બિનસાંપ્રદાયિક જેના સમાજે પોતાની આગવી પરંપરા અને કાર્યો વડે વિશ્વભરમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેનો માત્ર ધાર્મિક કાર્યો માટે જ નહિ પરંતુ સામાજિક પ્રવૃત્તિઓ અને કુદરતી આપત્તિઓમાં ઉદાર હાથે પોતાનું યોગદાન આપવામાં મોખરે રહ્યા છે. તેઓએ જૈન સિધ્ધાંતો અને ફીલોસોફી જેવા કે અહિંસા, ત્યાગ, પ્રેમ અને સહિષ્ણુતા અને તેની ઉચ્ચ ભાવનાઓને અનુસરીને સમાજપયોગી સકાર્યોની સુવાસ ફ્લાવી છે. આજે દેશ સમક્ષ સ્વાચ્ય, કેળવણી, આજીવિકા, સામાજિક સુરક્ષા અને સંસ્કારિતા જેવા અનેક પ્રશ્નો આગળ આવી રહ્યા છે. આથી આજના પરિવર્તનશીલ દેશકાળને ધ્યાનમાં રાખી જૈનોએ પણ તેના પર સંગઠિત સ્વરુપે વિચાર કરવાની અને તે દિશામાં નક્કર કામ કરવાની જરુર છે. આને ધ્યાનમાં રાખી જૈન સમાજની પરંપરા પ્રમાણે દેશ તેમજ સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓને સંગઠિત સ્વરુપે વેગ આપવા ગુરુભગવંતોના માર્ગદર્શન પૂર્વક અને વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથે ચર્ચા – વિચારણાને અંતે એક સર્વગ્રાહી જૈન સંસ્થાન - ગુજરાતની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાનના નેજા હેઠળ ગુજરાતમાં સમાજના ઉત્થાન / અમ્યુદય સાથે વિશ્વ કલ્યાણ માટે વિવિધ ક્ષેત્રો અને વ્યવસાયના જુદા જુદા સંગઠનો (ડરેશનો) રચવામાં આવશે. આ સંગઠન વડે / સ્વીકૃત સમાજપયોગી યોજના | કાર્યક્રમના અમલીકરણમાં મદદરુપ થશે, તેમાં યોગ્ય દિશા નિર્દેશન અને પ્રોત્સાહન આપશે અને તેમના કાર્યોનું મુલ્યાંકન કરશે. આવીજ રીતે ગુજરાતના અન્ય શહેરોમાં શરુઆતમાં બધા જ ક્ષેત્રો અને વ્યવસાયોને આવરી લેતા જૈન સંસ્થાન - ગુજરાતના ભાગરુપે એક જ સંગઠન | સંસ્થાન રચવામાં આવશે અને તે સ્થાનિક ધોરણે જૈન સંસ્થાન ગુજરાતના ઉદ્દેશોને આધિન પ્રવૃત્તિઓ ક્રશે. હવે આપણા સૌના માથે જિન શાસન, જૈન સમાજની પ્રાચીન ભવ્યતા અને પ્રણાલિકાઓને આગળ ધપાવવાની અને સાચવવાની મહત્વની જવાબદારી છે.
SR No.023281
Book TitleCharitable Trustone Margdarshan
Original Sutra AuthorN/A
AuthorPadarth Darshan Trust
PublisherPadarth Darshan Trust
Publication Year2004
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy