SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને ધર્મનાયક અર્થાતઃ–પાખંડ વ્રતનું નામ છે. તે વ્રત જેમનું નિર્મળ છે એવાં કર્મબંધનથી મુક્ત પુરુષ પાખંડી અર્થાત સુવતી કહેવાય છે. ' mean . an adherent of a false or heterodox religion,' with them 9s is equal to the Jain 939105 See also Bhag. P. P. 2 3 | 4 and Ind, st. vol XVII P. 15. –(અનુવાદક) પાખંડ” શબ્દ જૂના બૌદ્ધ-સાહિત્યમાં અને જૈન આગમાં મળે છે તેને મૂળ અર્થ કોઈ પ્રકારને મત” એવે છે. પિતાના મતમાં સ્થિરપણે રહેતાં મનુષ્યની માનસિક સ્થિરતા તેને સ્વીકારેલા સત્ય-સિદ્ધાંત ઉપર બરાબર ટકી શકે, કદી પણ ચળે નહિ, એ દાઝથી જ “પરપાખંડ”ની પ્રશંસાને નિષેધ કરવામાં આવ્યો હોય એમ મને લાગે છે. આ શબ્દ પ્રયોગ અશોકના લેખમાં પણ મળે છે, તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે – કઈ પણ મનુષ્ય કોઈને પાખંડની નિંદા કરી કોઈને દૂભવવો નહિ એવી મહારાજશ્રી અશોકની આજ્ઞા છે.” ગીતામાં પણ કહ્યું છે કે – "स्वधर्म निधनं श्रेयः परधर्मो भयावहः" અર્થાત્ સ્વધર્મમાં મરવું પણું સારું છે, પણ પરધર્મ ભયંકર છે. એક જ દાખલાથી સમજાવું કે કઈ બહુ લાંબા સમયથી ઝવેરીનું કામ કરે છે અને તેમાં તેને રસ પણ પડે છે, અને તેમાં તેને કમાણું પણ લાગે છે. હવે જે તે તેના પુત્રને ઝવેરી બનાવવા ઈચ્છતો હોય તો તે તેની પાસે ઝવેરાત સિવાયની બીજા કોઈ પણ ધંધાની પ્રશંસા કરવા ઇચ્છે ખરો? પર-પાખંડ શબ્દને અર્થ એ નથી કે બીજાને “મિથ્યાત્વી” કહેવો અથવા તેની નિન્દા કરવી, પણ તેનો ખરો અર્થ એ છે કે મનુષ્ય જે સદાચારને પરંપરાથી પાળતે આવતો હોય તેમાં જ તેને રક્ત રહેવું, તેણે કદી મૂકવો નહિ; પણ જે આચારમાં આવતો સદાચાર ખરેખર સદાચાર ન હોય પણ દુરાચાર હોય તે તે ક્ષણમાં છોડી દેવો ઘટે.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy