SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ્ટ્રસ્થવિર ૧૮૯ વિદેશી ચીજોને અપનાવે છે ત્યારે તેનું દુષ્પરિણામ ભારતીય હોવાથી ગાંધીજી અને રવીન્દ્રનાથ જેવા આદર્શ નેતાઓને પણ ભોગવવું પડે છે. રાષ્ટ્રધર્મ જ્યાં સુધી હૃદયમાં ઊતરતે નથી ત્યાં સુધી રાષ્ટ્રપ્રેમ ઉત્પન્ન થતું નથી. અને રાષ્ટ્રપ્રેમ પેદા થયા વિના રાષ્ટ્રન્નતિ થઈ શકતી નથી. રાષ્ટ્રદ્ધાર માટે ત્યાગભાવના અને સહિષ્ણુતાની બહુ જ અપેક્ષા રહે છે. ભારતીયના પતનનું મુખ્ય કારણ રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રધર્મના પ્રચારક રાષ્ટ્રવિરેને અભાવ છે. રાષ્ટ્રોદ્ધાર માટે રાષ્ટ્ર વિરએ રાષ્ટ્રના ચરણે પોતાની બધી શક્તિઓ સમપી દેવી પડે છે. સર્વસ્વનું સમર્પણ કર્યા વિના રાષ્ટ્રોદ્ધાર થઈ શક્યો નથી એ વાતની સાક્ષી રાષ્ટ્રનો ઈતિહાસ આપી રહ્યો છે. ગામડે ગામડે નગરે નગરે જે રાષ્ટ્રસેવકેની ખાંભીઓ-સ્મારકે–ઉભાં કરવામાં આવ્યાં છે તે સ્મારકે આજે મૂંગે મોઢે રાષ્ટ્રોદ્ધાર માટે આત્મસમર્પણનેશહીદીન-બોધપાઠ આપી રહ્યાં છે. મહારાણા પ્રતાપ એ રાષ્ટ્રને સાચો તેજપૂંજ હતા. સ્વાતંત્ર્ય દેવીને એ સાચું સપૂત હતો. એ નરવીરે સ્વાતન્યદેવીની અને ભારતમાતાની રક્ષા અર્થે રાજપાટ, વિલાસવૈભવને તરછોડી, સ્વેચછાએ ગરીબી સ્વીકારી. અઢાર વર્ષ સુધી અરવલી પહાડોની ખીણમાં દેશની રક્ષા અર્થે અનેક કષ્ટો સહ્યાં. ટાઢ તડકાને, કડકડતી ઠંડીને ન ગણકાર્યો. ખાવા માટે અન્ન ન મળતું તે ઘાસના બીજ ખાઈ રહ્યા પણું રાષ્ટ્રને વિદેશીઓદ્વારા અપમાનિત થવા ન જ દીધે. મહારાણું પ્રતાપની રાણી જે રાજમહેલમાં સુખપૂર્વક રહેતી હતી તે પણ પ્રાણપ્રિય પતિની સેવાથે વનવગડામાં સાથે રહેવા લાગી અને પતિના સુખદુઃખની ભાગીદાર બની અર્ધાગના પદને સાર્થક કર્યું. રાણાના બાળકે રોટલીના એક એક ટૂકડા માટે કરુણ રુદન કરતા હતા; અને જે એક ટૂકડા માટે બાળકે રડતા હતા તે ટૂકડાને પણ જ્યારે જંગલની બિલાડી લઈ ગઈ ત્યારે બાળકે હૃદયફાટ રુદન કરવા લાગ્યા, ત્યારે પ્રતાપી મહારાણું પ્રતાપ જેવા પણ થોડીવાર અધીર થઈ ગયા. પણ એ
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy