SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ્ટ્રસ્થવિર ૧૮૩ ધર્મ ભારતના જીવનધન-ગરીબ ભારતીયોની ખબર લે છે. જ્યાં સુધી રાષ્ટ્રમાં ગરીબ લેકે જે અન્ન-વસ્ત્ર માટે મરે છે, પરસ્પર વિદ્રોહ કરી એક બીજાના વૈરી બને છે, તે જીવનની આવશ્યક વસ્તુઓ–અન્ન અને વસ્ત્રને પૂરેપૂરે પ્રબંધ કરવામાં ન આવે ત્યાં સુધી રાષ્ટ્રધર્મ અપૂર્ણ જ છે. રાષ્ટ્રધર્મની અવગણના કરી આજના કેટલાક સ્વાથ લકે પોતાની આંખે સ્વાર્થના ચશ્મા ચડાવી બીચારા ગરીબોના અન્ન-વસ્ત્ર ઝૂંટવી લઈ, તેમના જીવન–મરણને વિચાર સરખો પણ કરતા નથી–અને કેવળ પિતાની તીજોરીને સોનાચાંદીથી ભરવામાં મશગૂલ રહે છે. એવા સ્વાર્થી લેકેને હવે રાષ્ટ્રધર્મની “કાવલિ” ભણાવવાની અતિ આવશ્યકતા છે. જ્યારે એ સ્વાથ લેકે રાષ્ટ્રધર્મને r” પણ સમજશે તે સ્વાર્થભાવના છેડેઘણે અંશે ઓછી થશે અને રાષ્ટ્રભાવનાને ઉદય થશે. અત્યારે ભારતવર્ષની સ્થિતિ કેટલી ભયંકર બની ગઈ છે તેને ઘણું લેકેને તે ખ્યાલ સરખે પણ નથી. અને કેટલાકને તે તે સ્થિતિ જાણવાની પરવા પણ નથી. આખી દુનિયાના ભાવતાલની જેટલી તેને પરવા છે તેટલી પરવા દેશની સ્થિતિ જાણવા પરત્વે નથી. પણ જે દિવસે દેશમાં ભયંકર સ્થિતિની ભયંકરતા ફાટી નીકળશે ત્યારે દેશદેશાતરના ભાવતાલ રક્ષા કરી શકવાના નથી. તે દિવસે તો જે ગરીબ ભાઈઓને તુચ્છકારી રહ્યા છે તે ગરીબભાઈઓના જ શરણે જવું પડશે. આ સત્ય અને સચોટ વાત મોડે મોડે પણ આપણે બરાબર સમજી લેવાની જરૂર છે. રાષ્ટ્રધર્મના શરણે ગયા વિના દેશમાં સુખશાન્તિપૂર્વક રહેવું મુશ્કેલ છે. રાષ્ટ્રધર્મ એ જનસમાજનો રક્ષક અને પિષક ધર્મ છે. એક ઘરમાં એક મનુષ્ય તે પેટ ભરીને ખૂબ ખાય છે, ભૂખ ન હોવા છતાં ઠાંસીઠાંસીને માલમલીદો ઉડાવે છે, જ્યારે બાકીના દશ માણસને પેટપૂરતું ખાવાનું પણ મળતું નથી. તે શું એ ખાઉધર મનુષ્યને સંસારમાં કઈ સજન કહેશે ખરા? નહિ.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy