________________
30
જૈન ધર્મઃ સાર સંદેશ
આપી હતી. પરંતુ વર્ધમાન મહાવીરે વસ્ત્રના પૂર્ણ ત્યાગનો નિયમ બનાવી દીધો. તેથી કેશીએ મહાવીરના શિષ્ય ગૌતમને પૂછ્યુંઃ
બન્ને ધર્મનો ઉદ્દેશ એક જ છે, તો આવું અંતર શા માટે?” તે વિશે ગૌતમે જવાબ આપ્યોઃ
પાર્શ્વનાથ પોતાના સમયને સારી રીતે જાણતા હતા. એટલા માટે પોતાના સમયના લોકો માટે તેમણે ચાતુર્યામનો ઉપદેશ આપ્યો. પરંતુ આ સમયના લોકો માટે જૈન ધર્મને ઉપયોગી બનાવવા માટે મહાવીરે તે જ ચાર યામોને પાંચ યામોના રૂપમાં ઉપસ્થિત કર્યા. વાસ્તવમાં બન્ને તીર્થંકરના ઉપદેશમાં કોઈ તાત્ત્વિક અંતર નથી.18
મહાવીર અને પાર્શ્વનાથના પરિનિર્વાણ-કાળમાં 250 વર્ષોનું અંતર છે. લાગે છે કે આ લાંબા સમય ગાળામાં કેટલાક લોકો આચાર-નિયમોના પાલનમાં ઢીલ કરવા લાગ્યા હતા. એટલા માટે જ મહાવીરે બ્રહ્મચર્ય વ્રતને, જે પહેલાં અપરિગ્રહમાં જ સમાવિષ્ટ માનવામાં આવતું હતું, એક સ્વતંત્ર વ્રતનું રૂપ આપી દીધું. આ જ રીતે તેમણે એ અનુભવ કર્યો કે જો ઘર-બાર અને સંસારની બધી વસ્તુઓનો ત્યાગ જ કરવાનો છે તો વસ્ત્રનો પણ પૂર્ણ રીતે ત્યાગ કેમ ન કરી દેવામાં આવે?
કેટલાક લોકોનો મત છે કે નગ્ન રહેવાનો નિયમ મહાવીર દ્વારા ચલાવવામાં આવ્યો નથી. તેઓ તો નગ્ન રહેવાનો વિરોધ કરતા હતા.
જે પણ હોય, પોતાનાથી પહેલાંના તીર્થંકરોના ઉપદેશને સંવારવાસુધારવામાં, તેમને વિકસિત અને વ્યવસ્થિત કરવામાં, જૈન ધર્મના સ્વરૂપને નિશ્ચિત કરવામાં અને તેનો વ્યાપક અને પ્રભાવશાળી પ્રચાર કરીને તેને એક સબળ ધર્મનું રૂપ આપવામાં મહાવીરને સૌથી વધુ સફળતા મળી.
જૈન ધર્મનું સાહિત્ય
જૈન પરંપરા અનુસાર તીર્થંકરો અથવા કેવલજ્ઞાનીઓ દ્વારા પ્રગટ થનારી અલૌકિક વાણી અથવા દિવ્ય ધ્વનિના આધારે ગણધરો અને આચાર્યોએ જેન ધર્મના મૂળ ગ્રંથોની રચના કરી.