________________
240
જૈન ધર્મ સાર સંદેશ સંસારની અનિત્યતાના સંબંધમાં આચાર્ય પદ્ધનન્ટિના વિચારોનો ઉલ્લેખ આપણે પહેલાં કરી ચૂક્યા છીએ. હવે આપણે શરીરની અનિત્યતાના સંબંધમાં તેમના વિચારોને નીચે પ્રસ્તુત કરીએ છીએ. શરીરની અવસ્થાના સંબંધમાં તેઓ કહે છેઃ
કાયા તો દુઃખ અને મરણની જનની છે. દુઃખ અને મરણ આ જ ભૂમિથી ઉત્પન્ન થાય છે. જો કાયા ન હોય તો આત્માને દુઃખ પણ ન ઉઠાવવાં પડે અને મરણ પણ ન થઈ શકે. જ્યારે કાયાની સાથે આત્માનો સંબંધ છે તો પછી દુઃખ અથવા મરણ ઉપસ્થિત થતાં જેનું સંબંધાવસ્થામાં હોવું અવશ્યમ્ભાવી (ચોકકસ) છે, બુધજનોએ શોક કરવો જોઈએ નહીં. એનાથી પ્રત્યુત (વિપરીત) તેમણે તો નિત્ય જ નિરાકુળ (શાંત) થઈને બહિરાત્મ-બુદ્ધિનાં ત્યાગપૂર્વક આત્મસ્વરૂપનો - પોતાની મુક્તિનો - વિચાર કરવો જોઈએ, જેનાથી દુઃખદાયી દેહનો પુનઃ પુનઃ જન્મ જ સંભવ રહે નહીં.
જેણે જન્મ લીધો છે તે મૃત્યુનો દિવસ આવતાં પર નિશ્ચિતપણે અવશ્ય જ મરે છે, ત્રણેય લોકમાં પણ પછી તેનો કોઈ રક્ષક હોતો નથી – તેને મોતથી બચાવી શકતો નથી. અતઃ જે મનુષ્ય પોતાના પ્રિય સ્વજનના મરવા પર શોક કરે છે તે નિર્જન વનમાં વિલાપ કરીને રડે છે – નિર્જન વનનો વિલાપ જેમ વ્યર્થ હોય છે તેવી જ રીતે તેનો તે શોક પણ વ્યર્થ છે, તેના પર કોઈ ધ્યાન આપનારું નથી.
એ સુનિશ્ચિત છે કે પોતાની આયુ યમથી અતિશય જ પીડિત છે – કાળથી બરાબર હણાઈ જઈ રહી છે. આ રીતે આયુનો વિનાશ થતો જોઈને પણ જે મનુષ્ય પોતાને સ્થિર-અમર માની રહ્યો છે- નિરંતર કાળના મોંમાં ચાલ્યા જવાનો જેને ખ્યાલ જ હોતો નથી - તે કેવી રીતે અજ્ઞાની નથી? અવશ્ય જ અજ્ઞાની છે-જડબુદ્ધિ છે.?
શુભચંદ્રચાર્યએ પણ ખૂબ જ પ્રભાવપૂર્ણ ઢંગથી આ શરીરની અનિત્યતા દેખાડી છે. તેઓ કહે છેઃ