SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ પ્રતિષ્ઠા જિનમંદિર-જિનબિમ્બ ભરાવ્યા બાદ શ્રાવકે જિનબિમ્બની તરત જ પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. જિનમંદિર તૈયાર થયા બાદ પ્રતિષ્ઠા લંબાવવી ન જોઈએ. શ્રાવક જિનમંદિરની પ્રતિષ્ઠા વખતે આમંત્રણ પત્રિકા દ્વારા ગામેગામના સંઘને આમંત્રણ મોકલે, અષ્ટાનિકા મહોત્સવ રાખે, ગુરૂ મહારાજને ભવ્ય નગર પ્રવેશ કરાવે. બહાર ગામથી જે આવે તેનું સ્વાગત - સન્માન અને ભકિત કરે. ગરીબોને દાન આપે, લોકોને ખૂબ ખૂશ કરે, ગીત સંગીત અને નૃત્યના ઠાઠમાઠ સાથે આઠે દિવસ પૂજા ભણાવે. પ્રભાવના તથા સુંદર અંગરચના કરે. સવાર બપોર-સાંજ ચેઘડીયા વગડાવે. અઢાર અભિષેક તથા શાન્તિસ્નાત્ર આદિ મહાપૂજા પૂર્વક પ્રતિષ્ઠા કરાવે ને પોતાના જીવનને ધન્ય બનાવે. – બને ત્યાં સુધી આઠ દિવસને મહોત્સવ કરવો જેનાથી એ પ્રતિમા લાંબાકાળ સુધી પૂજાય અને શાસનની ઉન્નતિ વધે. એ ન બને તે પાંચ દિવસનો અને એ ન બને તે ત્રણ દિવસનો મહોત્સવ તે અવશ્ય કરવું જ જોઈએ. દરેક શ્રાવકે જીવનમાં એકાદ પ્રતિષ્ઠા કરાવવાને અવશ્ય લાભ લેવું જોઈએ. મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા એ માટે કરવાની છે કે હૃદય મંદિરમાં ભગવાનની અને ભગવાનના શાસનની પ્રતિષ્ઠા થાય. 110
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy