SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારમાં અનાદિકાળથી જીવ સ્વભાવ છેડી પરભાવમાં રાચે છે. એમાંથી મુક્ત થઈ સાચી દિશામાં પ્રગતિ કરી શકે તે માટે શ્રી જૈનશાસનમાં ‘જ્ઞાનયિામ્યાં મોક્ષ' એ સૂત્ર બતાવ્યું છે. જ્ઞાન અને ક્રિયા ઉભયના યાગથી જ માલ મળે છે એમ કહેતુ જૈનદર્શન એ આત્મદર્શન છે. આત્મા સાથે પરમાત્મા, જીવ સાથે શિવ અને ખૂદ સાથે ખુદાનું મિલન કરી આપનાર આ દર્શન છે. σε વિભાવદશામાંથી સ્વભાવદશામાં આવવા માટે, વિરાધકભાવમાંથી આરાધક ભાવમાં આવવા માટે, અનંતકાળની અજ્ઞાનદશાને છેદ ઉડાડી, સહજાનંદી, સિદ્ધસ્વરૂપી એવું નિર્વાણપદ પ્રાપ્ત કરવા માટે શ્રી જિનેશ્વર ભગવતાએ જે આચારમાર્ગ બતાવ્યો. એ માર્ગને અનુસરનારે જીવ તે જૈન. શ્રી જિનેશ્વરદેવને નમનારા, પૂજનારો, તેમના જ ધ્યાનમાં રહેનારા, તેમના ઉપદેશને, આચારને, આચારના ફળસ્વરૂપ સિદ્ધ પદને અને સિદ્ધપદની પ્રાપ્તિમાં સહાયભૂત થનાર સાધુધર્મને આદર આપનારા, હૃદયના બહુમાનપૂર્વક મન – વચન – કાયાથી પ્રણામ કરનારા તે જૈન, આવા ઝૈનને – શ્રી જિનેશ્વરદેવના અનુયાયીને ‘ શ્રાવક ' નામથી પણ ઓળખવામાં આવે છે. શ્રી વીતરાગ વર્ભના ઉપાસક અને આરાધક શ્રાવકે શું કરવું જોઈ એ ? એની આ પુસ્તક ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડે છે. શ્રાવકની કરણી, એનાં રાજનાં, રાત અને દિવસનાં, પર્વતિથિનાં, ચાતુર્માસનાં, અને વર્ષ આદિનાં કર્તવ્યો અદા કરવાની વિવિધ કોનુ નિરૂપણ કરીને તે જૈન-શ્રાવક સામાન્ય જનથી કેવા વિશેષ રીતે 8
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy