SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) વળી એકજ અર્થના જૂદા જૂદા પ્રયોગો ભાષામાં બેલાય છે. જેમકે -જે વસ્તુ ક્ષણિક છે તેને આપણે પાણીના પરપોટાની ઉપમા આપીએ છિયે. એને મળતા બીજા પ્રયોગો ભાષામાં પુષ્કળ મળી આવે છે. બેપરને છા, વિજળીને ચમકારે, ઘડીનું ઘડિયાળ, સાડાત્રણ ઘડીનું રાજ્ય, વગેરે. આવા પ્રયોગો જો કે અલંકૃત છે તે પણ તેઓ એટલા બધા રૂઢ થઈ ગયા છે કે તેમને આ પુસ્તકમાં જગ આપવામાં આવી છે. જે પ્રયોગો સ્થાન બતાવનાર છે તે એ સ્થાનના અમુક લક્ષણ ઉપરથી નીકળેલા છે. જેમકે, ધુતાર પાટણ. અગાઉ પાટણ શહેર એટલું બધું વિસ્તીર્ણ હતું કે તેમાં ધુતારા અને ઠગ લોકો બહુ વસતા હતા. તે ઉપરથી જે માણસ પાકે ઠગ હોય તેને ધુતાર પાટણને રહેવાશી કહે છે. વળી દિલ્લીના ઠગ પણ કહેવાય છે. મારવાડમાં વારંવાર દુકાળ પડે છે અને તેથી ભૂખમરામાં કંગાલ થઈ ગયેલાં માણસો ગુજરાત તરફ પેટે હાથ બતાવતાં આવે છે, તેમને આપણે મારવાડની મઉ કહીએ છીએ; તે ઉપરથી હરકોઈ ગુજરાતના ભૂખથી પીડાતા કંગાલ માણસને પણું ભરવાડની મઉ કહેવાની પ્રથા ચાલે છે. મુંબાઈમાં અગાઉ પીવાનું પાણી એટલું બધું ખરાબ હતું કે માણસોની તંદુરસ્તી સાચવી શકાતી નહતી અને તેથી તેમનાં શરીર છેક સૂકલકડી જેવાં થઈ જતાં. તે ઉપરથી તેવા હરકોઈ માણસને વિષે બેલતાં હજી સુધી મુંબાઈનું મડદું વાપરવામાં આવે છે. જે માણસ કાંઈ કામ કર્યા વિના ફોગટ ધક્કો ખાઈને આવ્યા હોય તેને વિષે બોલતાં વપરાય છે કે, આવ્યા ધોળકું કરીને. કેટલાક પ્રયોગો એવા છે કે તેમાં અમુક ભાગ મુખ્ય હેઈ જૂદા જુદા ભાગના લેકે જૂદી જૂદી રીતે વધારીને બેલે છે. જેમકે, મહું ઘેઈ આવ, એટલે લાયક ગુણ લઈને આવ એ મુખ્ય પ્રયોગ છે. ત્યારે વડોદરાના લોક કહેશે કે સુરસાગરમાં મોઢું ધોઈ આવ, પાટણના લક કહેશે કે ગુંગડીમાં મોટું જોયું છે ? અને જોળકાના રહેવાશીઓ કહેશે કે મલાવમાં મોટું જોઇને આવ, વગેરે. આ ઉપરથી જણાશે કે જે ગામમાં કે શહેરમાં જે મોટું તલાવ આવ્યું હોય તેનું નામ જોડી એમ બેલવામાં આવે છે. એવી જ રીતે કેટલાક બીજા પ્રયોગોનું પણ છે. જેમકે, કોઈને બદદુવા દેતાં મરી જાય અથવા દોસ્તો રહે એમ કહેવું હોય તે વડોદરામાં કહેશે કે કામનાથ જા, ઉમરેઠમાં કહેશે કે બોરમામાં જા, અમદાવાદમાં કહેશે કે જા દૂધેશ્વર, ઈત્યાદિ. આ ઉપરથી માલમ પડે છે કે જે ગામમાં કે શહેરમાં જે સ્મશાન ભૂમિ હોય તેનું નામ લઈ ત્યાંના રહેવાસીઓ બેલે છે. વળી જે તરફ જેને ભય હોય તે તરફના લોક તેવું બેલે છે. જેમકે, કાઠિયાવાડમાં કોઈને ધમકી આપતાં કહેશે કે તને જત લે, તને ઘોડા લે, વગેરે. મહીકાંઠાના કળી લેકો મહીસાગરના સમ ખાય છે ત્યારે સુરત તરફના તાપીના સમ ખાય છે. ઈડર છલામાં કોઈને ત્યાં મળવા ગયા હોઈએ ત્યારે પાછા ફરતી વખતે ઘરધણિ કહેશે કે જાપતે રાખજે, પાટણવાડામાં કહેશે કે જાગતા સૂ (પોઢજે). ચરોતર તરફ સાધારણ રીતે કહેશે કે આવજે, ત્યારે પાટણવાડા તરફ સંધ્યાકાળનું મળવું થતાં કહેશે કે વહેલા ઉઠજે. ચરોતર તરફ કોઈને વિદાય કરતાં કહેશે કે આવજે અથવા સંભાળીને જજે,
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy