SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પગરણ માંડવું. ] “ આ માંડવી નગરમાં મનજી મારવાડી સરખા માટા શેઠની બરાબરી કરે એવુ ખીજાં ઠેકાણું હોય તે મને બતાવાને કાઇ ? તેનાં પગમાં પગ મૂકે એવા પૈસાદાર ખીજવર ગંગાને મળે એ વાત માનવી એજ મૂર્ખાઈ ભરેલું છે. ” કુંવારી કન્યા. પગરણ માંડવું, શરૂઆત કરવી. પગલાં ઓળખવાં, પરીક્ષા કરવી; કસાટીએ ચઢાવવું; વલણ જોવું. ( અમુક કામ સોંપવાને માટે કે સાધારણ રીતે. ) પગલે પગલે ચાલવું, આગળનાએ કર્યું હોય તેમ કરવું-વર્તવું; અનુકરણ કરવું; કા અંતે દાખલેો લઇ તે પ્રમાણે વર્તવું. અદિતિ–એન ? તમારે પગલે પગલે ચાલી મેં પણ તેમ કર્યું છે અને તમારી કને પ્રભુને પ્રસન્ન કરવામાં કંઇ લેવા આવીધું. ” tr સત્યભામાખ્યાન. તા લા “ તારામાં અનુરકત થઈ રહેલી આ રી ધર્મદેવી દમયંતીનાં વખાણુ ત્રણે કમાં થાય છે, અને તેના સદાચરણને પગલે ચાલીને ઘણી ઓએ પેાતાના ધણિયાને સુખી કરે છે. ’ નળદમયંતી નાટક. પગે કમાડ ડૅલવાં, ( હાથઠેકાણે રાખી પગ વડે કમાડ ઉઘાડી કહેવું કે તે એની મેળે ઉઘડી ગયું તે ઉપરથી. ) કોઈની સમક્ષ નહિ પણ તેની પૂડ પાછળ તે ન જાણે એમ એવી કૃતિ કરવી કે જેથી તેને નુકસાન થાય; ઉપરથી સારૂં દેખાડી પેતાના દાવ ખેલવા; કાઇ ન જાણે એમ પેાતાનું કામ કરી લેવાની યુકિત કરવી. એમાલુમ રીતે કામ કરવુ. (૧૨) પગે કરવું, બાળકને પગ પર મૂકી અધાડવું. પગે કીડીઓ ચઢવી, પગે અશક્રિત આવવી. [ પંચ ઇટાળી કરવી. કામ કરવે કંટાળા ખાતેા હાય ઍવા હરામ હાડકાંના માણસને વિષે ખેલતાં વવરાય છે. ‘ શું કામ કરતાં પગે કીડીએ ચઢે છે?' પગે પડતુ નમવું. ૨ આજીજી કરવી. ૩. નવી પરણેલી વહુએ ધરની વડીલ સ્ત્રીને નમીને પ્રણામ કરવા. પગે મેડી ચાપડી છે ?, જેને ઉડવાનું માથાને ધા થઈ પડે એવાને માટે વપરાયછે. (પગે મેદી ચાપડી હાય તેા ઉઠાય કે ચલાય નહિ; કારણ કે મેદી ખરાબ થઈ જાય અને રંગ મેસે નહિ. તે ઉપરથી.) પગે લાગ્યા, હાર્યા-થાકયા એવા અર્થ દશા વે છે. ૨. કંટાળા દર્શાવવાના અર્થમાં વપરાયછે. “ પગે લાગ્યા એની ગંદી અને માંકડથી ભરેલી ત્રાસ દાયક પથારીને. પચ્ચીશી ઉડવી, મશ્કરી થવી. ૨. ફજેતી થવી. · ( મડાપચ્ચીશી ઉપરથી. ) પચ્છમ બુધિયું, કયા પછી ખરી બુદ્ધિ સૂઝે તેવું; કયા પછી પસ્તાય તેવું; પાછળથી જ્ઞાન થાય તેવું; અગમચેતી વિનાનું. ( અગમ બુદ્ધિ વાણિયા, પચ્છમ બુદ્ધિ બ્રહ્મ તર્ત બુદ્ધિ તર્કડા ને ગાદો મેલે ધમ.” એથી ઉલટું અગમબુધિયું—આગળથી જાણવાની-વિચાર કરવાની શિકતવાળુ પણ હવે વખત ગયા અને એ ઉત્તમ વિચાર પશ્ચિમબુદ્ધિને લાગવાથી પસ્તાવાનું સાધન થઈ પડયો. ” સરવતીચંદ્ર. પછવાડે લાગવુ—પડવું, ચીઢવવું; કાયર કરવું; સતાવવું. ૨. ખણુખાજ કરવી; ખતે પડવુ. પંચ ઈટાળી કરવી, પંચ–સમસ્ત લેાકતરફથી ઈંટાના માર મારવા. rr જોવા મળ્યા જન ધરા,
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy