SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૧ ગણત્રી રાખે તે વૃત્તિ સંક્ષેપ; તેમાં ગણત્રી બરાબર રાખવાને કેટલીક ચીજો જેવી કે મીઠું, મરચું, જીરું, હીંગ, ભેગા નાંખી તૈયાર રખાવવાનો સંકેત જણાવે, સૂચના કરે, જેથી દ્રવ્યની ગણત્રી બરાબર રહેશે એમ વિચારે તે.. ૪. રસત્યાગ :- છ વિગય તે વિકારના હેતુ છે તથા રસ ગૃદ્ધિના બહુ કડવા વિપાક છે, એમ જાણી ત્યાગ કર્યો પછી કાંઈ કારણ વિના કે ગુરુ આજ્ઞા વિના નિવિઆત કરી અથવા બીજી સારી ચીજ કરી ખાય તે. ૫. કાય કલેશ :- સાધુ લોચ કરાવે, તડકે આતાપના લે, ટાઢ સહે, ડાંસ મચ્છરાદિના પરિસહ સહે, વિકટ આસને સ્થિર થઈને ધ્યાન ધરે, સઝાય કરે. તે સાધુને સર્વથા અને શ્રાવકને સામાયિક પોસહમાં પંચ પરમેષ્ટીના ધ્યાનના અવસરે કાય ફ્લેશ સહવાનો છે. ત્યાં છતી શક્તિએ આગળથી વસ્ત્રાદિક લપેટી આખું શરીર ઢાંકીને ક્રિયા કરે અથવા કોમળ આસને બેસી જાપાદિક કરે તે. ૬. સંલીનતા - સાધુને હંમેશા સંલીનતા તપ છે તેથી પોતાના અંગોપાંગ સંવરી રાખે. કારણ વિના ન હલાવે, શ્રાવક પણ સામાયિક પોસહ પુજા તથા જાપાદિકમાં પોતાનાં અંગોપાંગ વિનય સહિત સંવરી રાખે તે સંલીનતા પણ તેમાં અંગોપાંગ લાંબા ટૂંકા કરતાં પૂર્વોક્ત દૂષણ લગાડે તે. આ છ બાહ્ય તપના છ અતિચાર કહ્યા. હવે અત્યંતર તપના છ અતિચાર કહે છે ૧. પ્રાયશ્ચિત તપ અતિચાર – જો કોઈ સાધુ અથવા શ્રાવક પોત પોતાના વ્રતમાં દૂષણ લાગ્યું જાણે ત્યારે જ્ઞાની ગુરુ પાસે આલોયણા લે. તે બે પ્રકારની છે. ૧. સ્વલ્પ વિષયકાલીન તે કોઈ વખત કે નિયમાદિનો અતિચાર લાગ્યો જાણે કે તરત ગુરુને પુછીને તેનું પ્રાયશ્ચિત લે તે. ૨. બહુવિષયી બહુકાલીન, ઉમરગત દૂષણની આલોચના. આ આલોચના તો જ્ઞાન ક્રિયા યુક્ત શુદ્ધ ગુરુ પાસે લે; કદાપિ તેનો જોગ ન બને તો બહુ શ્રુત જ્ઞાનવાન શુદ્ધ ભાષી એવા પાસસ્થા પાસે લે, તેનો પણ જોગ ન બને તો બે ગુણયુક્ત અથવા એક ગુણયુક્ત શુદ્ધ પ્રરુપક જ્યાં હોય ત્યાં જઈને લે. તે ક્ષેત્રથી સાતમેં જોજન સુધી અને કાળથી બાર વરસ સુધી ખોળ કરે. તેમ કરતાં કરતાં જો કાલ કરે તો પણ આરાધક થાય અથવા પતીત (ચારિત્ર છોડી ગૃહસ્થ બનેલા) કે જે પ્રથમ બહુશ્રુત અને ક્રિયાવંત સાધુ હતા તે પછવાડેથી પતીત થએલા તેમને સમજાવી ફરી ચારિત્ર ગ્રહણ કરાવી તેમની પાસે આલોચના લે પણ તેમ ન બને તો તેમને જિનમંદિરમાં લઈ જઈ સામાયક લેવરાવી વંદન કરી આલોચના લે, તે એવી રીતે કે બાળક માબાપ પાસે જેવી હકીકત બની હોય તેવી કહે તેમ કહીને તે ઘણા ઉત્સાહપૂર્વક લે અને લીધા પ્રમાણે લેખા શુદ્ધ પુરું કરી પોંચાડે તે તપાચાર; પણ તે ગુરુએ આપેલા માર્ગને છોડીને પોતાની મતિકલ્પનાએ કરે, નિર્માણ કરેલા કાળથી વધારે લગાડે, ફરી તેવું જ આશ્રવ સેવે તો આ અતિચાર લાગે.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy