SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૧ ૧.૩ ધર્મ તથા અધ્યાત્મમાં તપનું સ્થાન : એ કાઠીયાડી કાકા ગામડેથી મુંબઇ આવ્યા. બસની લાઇનમાં ઉભા હતા. બસ આવી, લાઇન છોડીને બધા ભાગા-ભાગી કરવા માંડ્યા. એટલે કાકાએ પણ કૂદકો માર્યો ને દાંડો પકડ્યો પણ નીચે પડી ગયા. એક મરાઠીએ પૂછ્યું ઃ કાય ઝાલા ? કાકા – ઝાલ્યું હોત તો પડત ક્યાંથી ? આપણી હાલત પણ કાકા જેવી છે. ધર્મઆરાધનાને પકડીએ છીએ. પણ ઝાલી રાખતા નથી માટે સંજ્ઞાઓમાં ફસાઇ જઇએ છીએ. ધર્મ-આરાધનાને પકડીએ પણ જેનો સંસાર ભાવોનો ધક્કો લાગે ને ધર્મ આરાધનાને છોડી દઇએ છીએ. આવો એને પકડી રાખીએ અને એનું સ્થાન બરાબર ઓળખી લઇએ. ધર્મ શબ્દ સંસ્કૃત ભાષાનો છે. તેની ઉત્પત્તિ થ્રુ (ધારયતિ) ધાતુ પરથી થઈ છે. ધૃ એટલે ‘ધારણ કરવું' અથવા ‘ટકાવી રાખવું'. પ્રશ્ન થાય છે કે શું ટકાવી રાખવું ? આનો ઉત્તર મહાભારતકારના જણાવ્યા પ્રમાણે “સમગ્ર સમાજને નિયમમાં રાખનાર કે ધારણ કરનાર અથવા ટકાવી રાખનાર નિયમ કે તત્ત્વ એટલે ધર્મ”. એટલે કે વ્યાપક અર્થ કરતા મહાભારતકાર કહે છે કે “તત્ત્વ, નિયમ, સિદ્ધાંત શાસન વ્યક્તિને, સમાજને, દેશને અને સમગ્ર વિશ્વને ધારણ કરે, ટકાવી રાખે અથવા આધાર કે રક્ષણ આપે તે ધર્મ.” ધર્મ માટે અંગ્રેજી શબ્દ Religion કે ફારસી મનહવ પણ પ્રયોજવામાં આવે છે. ડૉ. રાધાકૃષ્ણએ કહ્યું છે કે, “ધર્મ એ વિશાળ અર્થાકારવાળું વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ તત્ત્વ છે. તેથી તેની સર્વમાન્ય, સંતોષપ્રદ અને ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહિ. (૧) મહાભારતના કર્તા મુનિશ્રી વ્યાસના મતે, “સમગ્ર સમાજને નિયમમાં રાખનાર, ધારણ કરનાર કે ટકાવનાર નિયમ કે તત્ત્વ તે ધર્મ.” ૩૪ (૨) આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવ માને છે કે “સમગ્ર જગતના સત્ય સ્વરૂપને સમગ્ર આત્માથી (એટલે કે તન-મન અને આત્માથી) અનુકૂળ થવું એનું જ નામ ધર્મ.” (૩) જૈમિની મુનિના મતે “ભૌતિક અને આધ્યાત્મિક સુખ આપનાર બાબત તે ધર્મ.” પુનઃ ધર્મની વ્યાખ્યા આપતાં ડૉ. રાધાકૃષ્ણ કહે છે કે “ધર્મ એટલે સર્તનનો નિયમ” એટલે કે માનવીને સાચા અર્થમાં માનવ બનાવે, નીતિપરાયણ બનાવે અને તેને ઉર્ધ્વકક્ષાએ લઈ જઈ તેનું સમગ્ર જીવન એક આદર્શમય બનાવે તેવા વર્તનને ધર્મ કહી શકાય.’ (૪) મહાત્મા ગાંધીજી : ધર્મ એ શ્રધ્ધા અને માન્યતાઓનો વિષય છે. આથી તેઓ કહે છે કે, : ૧. ધારા ધર્મ ત્યાદુ ધર્મો ધારયતિ પ્રજ્ઞા: (કર્ણપર્વ)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy