SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૧ સુખનો ઘાતક છે. આ તપશ્ચર્યાની લૌકિક શક્તિના કેટલાય ચમત્કાર જોવા મળે છે. આકાશ-ગામીની અદશ્ય થઈ જવું, બધા પ્રકારના શારીરિક તેમજ માનસિક રોગોથી મુક્ત થઈ જવું, વચનસિદ્ધિ, પરકાય પ્રવેશ, વિવિધ લબ્ધિઓ વગેરે અનેક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારની સિદ્ધિઓ મનને વશમાં કરવાથી, વચનને વશમાં કરવાથી, કાયાને વશમાં કરવાથી પ્રાપ્ત થાય છે. આની નિયમિત તથા નિયત સમયે સાધના કરવાથી સહુથી મોટો લાભ મનોબળની પ્રાપ્તિ થાય છે. કારણકે તપ એક આંતરિક પ્રક્રિયા છે જે મનને ઉજ્જળ તથા પવિત્ર બનાવે છે અને આત્મશુદ્ધિ કરે છે. આધુનિક મનોવિજ્ઞાનના અનુસાર મનના બે રૂપ છે. જ્ઞાત અને અજ્ઞાત, જ્ઞાત મનથી અજ્ઞાત મનની ક્રિયા અધિક સૂક્ષ્મ તથા ગંભીર હોય છે. સાધક તપસ્યાના બળથી તે અજ્ઞાત મન પર નિયંત્રણ કરી લે છે. અને શરીર તથા મનની શક્તિને પ્રાપ્ત કરી લે છે. જેનાથી તેને આત્મતત્વની પ્રાપ્તિ થાય છે. આજ તપશ્ચર્યાનું લક્ષ્ય છે. આને કોઈ મુક્તિ, નિર્વાણ, કૈવલ્ય પ્રાપ્તિ અથવા મોક્ષ કહે છે. તપ કરવાની આધ્યાત્મિક દૃષ્ટિ જ આ છે. સાચો તપસ્વી લૌકિક સિદ્ધિઓમાં પડતો નથી. કારણકે પૂર્ણ નિષ્કામભાવથી ધ્યાન અથવા સમાધિથી શરીર, મન તથા વચનની શક્તિઓને નિયંત્રિત કરી વિશુદ્ધિ કેન્દ્ર પર સ્થિર કરી દે છે માટે જ તેની આ સાધના આધ્યાત્મિક તથા અલૌકિક કહેવામાં આવે છે. મનુષ્ય જીવનમાં પોતાના પર નિયંત્રણ કરવું ઘણી જ મોટી વાત છે. જેના માટે નૈતિક શક્તિ જોઈએ. આ રાજકીય, સામાજિક તથા સંઘના કાનૂનોથી પ્રાપ્ત નથી થતી કારણકે આ કાનૂનની પાછળ ભય રહેલો છે. જીવન સુધારણા તથા આત્મશુદ્ધિ પર કોઈ જ જોર આપવામાં નથી આવતું, પરંતુ તપ પોતાની ઇચ્છાથી કરે છે. આત્મશુદ્ધિ માટે કરવામાં આવે છે. જેમ સોની સુવર્ણને વારંવાર તપાવીને શુદ્ધ કરી દે છે અને ચળકાટમય બનાવી દે છે તેમ મનુષ્ય જીવનના શોધન માટે તારૂપી અગ્નિમાં વારંવાર તપાવવાની અને શુદ્ધિ કરવાની આવશ્યકતા રહે છે. જ્યાં સુધી આત્મશુદ્ધિ નથી થતી ત્યાં સુધી ધર્મપ્રાપ્તિ તથા વાસ્તવિક આનંદ પ્રાપ્ત નથી કરી શકતો. તપથી સુક્ષ્મ અને ધૂળ બન્ને પ્રકારના મનને બળ મળે છે. જેનાથી રહસ્યમય મનઃસ્થિતિનો ખ્યાલ આવતો જાય છે. મને પોતાની પરવશતાનો અનુભવ કરવા લાગે છે અને સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે ઉત્કંઠા જાગે છે. આ પ્રકારે તપથી મનોબળની પ્રાપ્તિ થાય છે અને તેનાથી તે પૂર્ણ સ્વતંત્ર બનવાના પ્રયાસ કરવામાં સમર્થ બની જાય છે. આ બધી જ પ્રક્રિયા તપસ્યામૂલક હોવી જોઈએ. જેનાથી મનુષ્ય અધ્યાત્મલોકમાં પ્રવેશ કરે છે. સાચી શાન્તિ અધ્યાત્મિકતામાં જ પ્રાપ્ત થાય છે. મોટાભાગે લોકો એમ જ સમજે છે કે તપશ્ચર્યા સંતો તથા સાધકો માટે છે. એનાથી આપણને શું ? પરંતુ વાત એવી નથી મનુષ્ય માત્ર માટે નાની-મોટી તપસ્યા આવશ્યક છે. તપ કરવાથી મનને કેન્દ્રિત કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. જીવનમાં મોટામાં મોટા કામોની સફળતા માટે આ શક્તિની અત્યન્ત જરૂરિયાત પડે છે. પછી ભલેને રાજકાર્ય હોય, વેપાર હોય, સ્વાધ્યાય હોય, કળા અને વિજ્ઞાન સંબંધી અન્ય કાર્ય હોય. બધા જ માટે મનોયોગની ઉપયોગિતા સ્પષ્ટ છે અને એટલા માટે પણ મનને બળવાન બનાવવું જરૂરી છે. કારણ કે આપણા શરીરમાં સહુથી વધારે અને નિરંતર ગતિશીલ રહેવાવાળુ મન છે. આની ક્રિયાશક્તિ ૨૨
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy