SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૧ ડૉ.ગુરૂ આદિ કેટલાક પાશ્ચાત્ય વિચારકોએ તપશ્ચર્યા શબ્દનો આત્મનિયંત્રણ (self torture) અથવા સ્વપીડનના રૂપમાં જોયો છે. એમાં પણ જૈનદર્શનમાં વિશેષ છણાવટ કરવામાં આવી છે. ૧. એક સામાન્ય નિયમ છે કે સુખ-સાધનોની ઉપલબ્ધિ માટે કાંઈ ને કાંઈ દુઃખ તો ઉઠાવવું જ પડે છે તો પછી આત્મસુખોપલબ્ધિ માટે કોઈ કષ્ટ ઉઠાવવું ન પડે એ કેવી રીતે શક્ય બને? ૨. બીજું સ્વયંને કષ્ટપ્રદ સ્થિતિમાં નાખીને પોતાની સમતાભાવનાનો અભ્યાસ કરવો... ૩. ત્રીજાનું એમ કહેવું છે કે હું ચૈતન્ય છું. શરીર જડ છે. પરંતુ શરીર અને આત્માની વચ્ચે જડ અને ચૈન્યની વચ્ચે, પુરુષ અને પ્રકૃતિની વચ્ચે સત્ બ્રહ્મ અને મિથ્યા જગતની વચ્ચે અનુભવાત્મક ભેદ વિજ્ઞાનરૂપ સમ્યકજ્ઞાનની આવશ્યકતા છે. તેની સાચી કસોટી તો આત્મનિયંત્રણની પ્રણાલિકા છે. દેહ દંડ એ અગ્નિ પરીક્ષા છે. જેમાં આપણે પોતાના ભેદ જ્ઞાનની નિષ્ઠાનું સત્ય પરીક્ષણ કરી શકીએ છીએ. દેહપિડન કે આત્મનિયંત્રણ સહિતનું તપ જ જ્ઞાન સમન્વિત તપ છે. જે તપમાં સમત્વની સાધના નથી. ભેદવિજ્ઞાનનું જ્ઞાન નથી એવા દેહ દંડ રૂપ તપને જૈન દર્શનમાં અકામ તપ કહ્યો છે. ગીતામાં પણ જ્ઞાન અને તપને સાથે સાથે જોવામાં આવેલ છે. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરે અજ્ઞાનયુક્ત તપની નિંદા સમાનરૂપથી કરી છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે અજ્ઞાનયુક્ત માસ માસની તપસ્યા કરે છે તેની પૂર્ણાહુતિ બાદ માત્ર કુશાગ્ર (ઘાસના અગ્રભાગ પર રહે જેટલું ભોજન રહે તેટલું જ અન્ન ગ્રહણ કરે છે. છતાં તેઓ જ્ઞાનીની ૧૬મી કળાના જેટલું પણ ધર્મનું આચરણ નથી કરતા માટે તે અજ્ઞાન તપ છે. આ જ વાત બુદ્ધ પણ ધમ્મપદમાં કહી છે. I 1 / દેહપીડનને જો સામાન્ય અર્થમાં લઈએ તો તેની વ્યવહારીક ઉપાદેયતા સિદ્ધ થઈ જાય છે. જેમ વ્યાયામના રૂપમાં કેટલી દેહપીડા (self imposed pain) શારીરિક સ્વાથ્યની રક્ષામાં પણ લાભપ્રદ બને છે. એ જ પ્રકારે તપશ્ચર્યાના રૂપમાં દેહપીડનનો અભ્યાસ કરવાવાળા પોતાના શરીરમાં એક કષ્ટ સહિષ્ણુ શક્તિને વિકસિત કરી લે છે. જે તેને ઈચ્છાઓના સંઘર્ષમાં જ નહિ પરંતુ જીવનની સામાન્ય સ્થિતિઓમાં પણ સહાયક બને છે. એક ઉપવાસનો અભ્યાસી કોઈ પરિસ્થિતિમાં ભોજન ન કરી શક્યો તો એટલો વ્યાકુળ નહિ થાય જેટલા અન્ય માણસો જેવા આ તો કષ્ટસહિષ્ણુ બનવાનો અભ્યાસ છે જે પ્રાપ્તિની દિશા માટે આવશ્યક છે માટે તપશ્ચર્યાનું પ્રયોજન આત્મ પરિશોધન છે કે દેહદંડ. જેમ ઘીની શુદ્ધિ માટે ઘી ને તપાવવુ પડે છે ને કે પાત્રને બસ એ જ પ્રકારે આત્મશુદ્ધિ માટે આત્મવિકારોને તપાવવામાં આવે છે અને એ માટે જ તપ બતાવ્યું છે. શરીર માટે નહિ. આત્મા સાથે શરીરનો સંયોગ છે એટલે એ તો પોતાની મેળે જ તપી જવાનું છે. જે તપમાં માનસિક કષ્ટ હોય. વેદના હોય, પીડા હોય તે તપ કહેવામાં નથી આવતું. પીડા હોવી એ એક વાત છે અને પીડાની અનુભૂતિ કરવી એ બીજી વાત છે. તપમાં પીડા 1. ધમ્મપદ ગા.૭૭ બાલવર્ગ
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy