SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ © બે બોલ....!! તપ કરનારને દેવો કરે નમસ્કાર તપ કરતા જીવન અને ચમત્કાર તપથી થાયે સગુણોનો આવિસ્કાર તપ દ્વારા આત્માનો થાયે સાક્ષાત્કાર બધા રોગોની એક દવા છે તપ. કર્મરૂપીરોગને દૂર કરવાનો તપ એક અક્ષીર ઇલાજ છે માટે જ આ તપની પ્રશંસા દરેક ધર્મના દર્શનકારોએ કરી છે. દરેક ધર્મના પ્રચારકોમાંથી કોઈએ તપનો એક પ્રકાર બતાવ્યો તો કોઈએ બે અલગ અલગ સ્વરૂપે સ્વીકારવામાં આવ્યો છે. સાધનામાં સૌથી આગળ નીકળી ગયા છે એવા ભગવાન મહાવીર સ્વામીએ તપના મુખ્ય ૧૨ પ્રકારો બતાવ્યા છે અને એ સિવાય પણ તપના પ્રકારો બતાવ્યા છે. એમણે લક્ષ આપ્યું એકમાત્ર કર્મ નિર્જરા. પહેલા એમણે પોતાની જાત ઉપર પ્રયોગ કર્યો જેનો એમને સુંદર અનુભવ થયો અને એ જ વાત એમણે જગત જીવોને આપી. આમ મહાપુરુષોએ તપની સુંદર વાત બતાવી છે. એવા તપનું અધ્યયન કરતા, સંશોધન કરતા ખુબ જ આનંદ આવ્યો. આ આનંદની ભાગીદારીમાં અનેક આત્માઓનો સહયોગ સાંપડ્યો છે, જે ક્યારેય પણ ભુલાય તેમ નથી. ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી. વિદ્યાર્થી તરીકે રજીસ્ટ્રેશન માટે ડૉ. ઇન્તાજ મલેકનો પરિચય કરાવી આપનાર શ્રી રાજુભાઈ શાહ (સેટેલાઈટ, પ્રતિકૂળતાઓમાં મને અનુકૂળતાઓ કરી આપનાર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પરિમલભાઈ ત્રિવેદી સાહેબનો હું અત્યંત ઋણી છું. તેઓના સહકારથી જ મારું સંશોધનકાર્ય શક્ય બન્યું છે. આપનું પીએચ.ડી.નું રજીસ્ટ્રેશન અવશ્ય થઈ જશે અને આપને અવશ્ય પીએચડી કરાવીશ જ એવા શબ્દોથી સતત હુંફ આપનાર અનેક કાર્યોમાં પ્રવૃત છતાં મને સમય આપી ખૂબ જ ટૂંકા ગાળામાં પીએચ.ડી.નો ગ્રંથ પૂર્ણ કરાવનાર મારા માર્ગદર્શક ડૉ. ઈન્તાજ મલેક સાહેબનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. જૈન ધર્મમાં તપનું આગવું, અનેરું અને વિશિષ્ટ સ્થાન છે તેવી જ રીતે અન્ય ધર્મોમાં પણ તપનું એક યા બીજી રીતે અનેરું સ્થાન જોવા મળે છે. જૈન અને જૈનેતર ધર્મોમાં તપ આ વિષય ઉપર કોઈ સંશોધન થયાનું ધ્યાને નથી, જેથી મારું આ સંશોધન વિદ્યાર્થીઓને, સમાજને, ધર્મ પંડિતોને, અધ્યાપકોને તેમજ ધર્મદર્શનનાં અભ્યાસાર્થીઓને ખૂબ જ પ્રેરણાદાયી નીવડશે. સમાજના પ્રત્યેક વર્ગને તપ અને તેનું સામાજીક તેમજ વૈજ્ઞાનિક મુલ્ય સમજાય તે આશયથી મેં આ વિષય ઉપર સંશોધન કરવાનું નક્કી કરેલ છે. આશા છે કે મારું આ સંશોધન આ કસોટીમાંથી જરૂર પસાર થશે. અમો અમારા સાધુ જીવનમાં સતત વિહાર કરતા હોઈએ છીએ. આજે એક ગામમાં તો કાલ અન્ય ગામમાં. અમારા સતત વિહાર દરમ્યાન પણ તમામ શનિવાર અને રવિવારના દિવસોએ અમારા ઉતારાએ
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy