SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૧ બીજી વાત એ પણ છે કે ભૌતિક લાભ માટે તપ કરવાવાળાનો ઉદેશ ખૂબ જ સીમિત હોય છે. નાના આ ઉદેશને માટે ઘણું મોટું કષ્ટ ઉઠાવે છે. જ્યારે તપ કર્મ નિર્જરાના ભાવથી કરે તો અસીમ અચિન્તનીય ફળ આપવાવાળું બને છે. એક માણસ અમૃતનો ઉપયોગ કીચડથી બગડેલા પગને ધોવા માટે કરે છે અને બીજો માણસ મરી રહેલા પ્રાણીને જીવનદાન આપવા માટે કરે છે. જે પ્રકારે આ બંને વચ્ચે જમીન આસમાન જેટલું અંતર છે એ પ્રકારે તપના ઉદેશમાં પણ મોટું અંતર છે. ગીતાજીમાં પણ કહ્યું છે કે અવતો હ્યીવરનું વ્યર્મ પરમાનોતિ પૂરષ: I (ગીતાજી) અનાસક્ત ભાવથી જે શ્રેષ્ઠ કર્મ છે તે પરમપદને જ પ્રાપ્ત કરે છે. નો પૂયાં તવસ માવહેન્ના (સૂયગડાંગ ૯-૧૨૭) તપથી પૂજાઆદિની પણ કામના ન કરો. પરંતુ તપસ્યામાં એક જ પવિત્ર લક્ષ રાખો. આત્માની શુદ્ધિની થાય, કર્મની નિર્જરા થાય, કર્મ દુઃખનું મૂળ છે. તે કર્મ જ્યારે ક્ષય થશે ત્યારે દુઃખ પોતાની મેળે જ શ્રય થઈ જાય છે. તપસ્યાથી આત્મા પવિત્ર બને છે. સમ્યકત્વ શુદ્ધ થાય છે. આત્માનું જ્ઞાન, દર્શન અને ચરિત્ર નિર્મળ, નિર્મળતર અને નિર્મળત્તમ બને છે. તવા મવેદટ્ટ તે હંસાં પરસુષુરૂ . (દશાશ્રુતસ્કન્ધ પ-૬) તપસ્યાથી લેગ્યાઓને શુદ્ધ કરવાવાનો સાધકનું દર્શન સમ્યકત્વ પરિશુદ્ધ થાય છે, નિર્મળ થાય છે. તપથી આવા પ્રકારના મહાન ફળની પ્રાપ્તિ વૈદિક ગ્રંથોમાં પણ કહ્યું છે કે... तपसा प्राप्यते सत्यं सत्यात् संप्राप्यते मनः । મનસા પ્રાધ્યતે વાત્મા ઢાત્માપજ્યા નિવર્તત || (મૈત્રાયણી આરણ્યક ૧-૪). તપથી સત્ય (મન પર વિજય મેળવવાની જ્ઞાનશક્તિ) પ્રાપ્ત થાય છે. સત્યથી મન વશ થાય છે. મન વશ થવાથી દુર્લભ આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે. અને આત્માની પ્રાપ્તિ થઈ જવા પર સંસારથી છૂટકારો મળી જાય છે. આત્મા કર્મ બંધનથી સર્વથા મુક્ત થઈ જાય છે. આ પ્રકારે જૈનેતર દર્શનોમાં પણ તપનું અંતિમ લક્ષ્ય મોક્ષ માન્યું છે. મહર્ષિ વશિષ્ટને પૂછવામાં આવ્યું કે સંસારમાં સૌથી દુર્લભ દુષ્યાપ્ય શું છે? ત્યારે તેમણે કહ્યું મોક્ષ ! સર્વ દુઃખોથી મુક્તિ ફરી પૂછવામાં આવ્યું કે તે દુષ્માપ્ય મોક્ષ hી રીતે મળી શકે છે? ત્યારે જવાબ આપ્યો. તપસૈવ મહોઇ યક્ તુરા તાતે (યોગવશિષ્ઠ ૩-૬૮-૧૪) સંસારમાં જે સર્વાધિક દુષ્માપ્ય વસ્તુ છે તે તપસ્યા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. માટે સાર એ છે કે તપનો જે ઉદ્દેશ છે તે જ તેનું ફળ છે. લાભ છે. તપનો ઉદેશ છે આત્મ વિશુદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિ તપથી આ ફળની પ્રાપ્તિ થાય છે. એટલા માટે કહ્યું છે કે મુક્તિ લાભ જ તપનું મુખ્ય ફળ છે. પરંતુ તપ નહિ કરીને માત્ર શરીરનું જ ધ્યાન રાખવામાં આવે તો તે રોગનું ઘર બને છે.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy