SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ ૬ - આસન – જમણો પગ ઉંચો અને ડાબો પણ નીચો નમસ્કાર મુદ્રા. ચિંતન – જીવમાત્ર છદ્મસ્ય છે અને છદ્મસ્ય જેટલા પણ છે. તેનાથી ભૂલો થવાની છે ત્યારે આ ભૂલોને ભૂલી નથી જવાનું પણ યાદ કરીને તેમાં સુધારો લાવવાનો છે અને એના માટે આશ્રવ ભાવના બતાવી છે. આમ તો આશ્રવ પાપને લઈ આવે છે એ આત્મા મિથ્યાત્વ, પ્રમાદ તથા કષાય, અવ્રત અને અશુભયોગ થાય તો પાપમાં મહાલતો છએકાયના જીવોનો આરંભ સમારંભ કરતો જ જાય છે. પરંતુ જ્યારે સદ્ગુરુનો સાથ મળે છે. સમ્યજ્ઞાનનો દિવડો પ્રગટે છે ત્યારે સાચી હકીકતનો ખ્યાલ આવે છે અને પસ્તાવો શરૂ થાય છે. એ કરેલા પાપના પ્રક્ષાલન માટે આલોચન પ્રાયશ્ચિત કરે છે અને પ્રાયશ્ચિત કરતા કરતા શુદ્ધ બની જાય છે. આમ આશ્રવ ભાવના દ્વારા આશ્રવોને ઓળખી એમનાથી બચવાનું છે. લાભ – હળવાશ, ચિત્ત પ્રસન્નતા, મૈત્રિ કરુણા, સર્વ જીવોને પોતાના સમાન જાણવાની ભાવના. – (૮) વિનય – નાના મોટાનો વિનય કરવો એટલે કે આદર અને સન્માન આપવું. આસન – ડાબો પગ ઉંચો રાખી જમણા પગને જમીન પર રાખવો, અર્ધપદ્માસન, જ્ઞાનમુદ્રા. ચિંતન –વિનય એ વશીકરણનો મહામંત્ર છે. વિનય કરવાથી અનેક ગુણોની પ્રાપ્તિ થાય છે. આધ્યાત્મિક સાધનામાં જો નડતર રૂપ હોય તો તે અહંકાર છે. આ અંહકારને તોડવો હોય તો વિનયરૂપી સદ્ગુણની જરૂર છે. એ વિનયને પ્રાપ્ત કરવા માટે સંવરભાવના ભાવવાની છે. સંવરમાં સમ્યક્ત્વ, અપ્રમાદ, અકષાય, અવ્રત અને શુભયોગ જ સદ્ગુણોને પ્રાપ્ત કરવાના અપૂર્વ સાધનો રહેલા છે. આ સાધનોનો સહારો લેતા વિશેષ પ્રમાણે વિનય ધર્મની સાધના કરી શકાય છે. કારણ કે વિનય એ ધર્મનું મૂળ છે. માટે સંવર ભાવના દ્રારા વિશેષરૂપે વિનયને પ્રાપ્ત કરીએ. લાભ – સચિત્ આનંદની પ્રાપ્તિ, હળવાશપણું, માનસિકશાંતિ, સદ્ગુણ સર્જન – પરદોષ વિસર્જન. (૯) વૈયાવચ્ચ – સેવા – વૈયાવચ્ચ કરવા મળવી ખુબ જ મુશ્કેલ છે. ૫૫૯ આસન – વજ્રાસન, ધ્યાનમુદ્રા ચિંતન – સેવા કરવાનું સૌભાગ્ય તો પુણ્યશાળીને જ મળે છે. સેવા બોલવું સહેલું છે. પરંતુ સેવા કરવાની વાત આવે છે ત્યારે એ કેટલું મહામુલુ છે એ ખ્યાલ આવે છે. સેવા કરવાથી જે જીવને શાતા પમાડવાની હોય છે આપણે કોઈકને શાતા પમાડી હશે તો આપણને પણ શાતા મળશે. ધીરજ, સહનશક્તિ હોય તો જ સેવા કરી શકાય છે અને આ સેવા દ્વારા ચિત કર્મોની નિર્જરા પણ કરી શકાય છે. માટે જ નિર્જરા ભાવના બતાવી છે. નિર્જરા એટલે કર્મનું જરી જવું, દૂર થઈ જવું. વૈયાવચ્ચ અને નિર્જરા બન્ને જ્યારે ભેગી થાય તો કેટલો બધો અમૃલ્ય લાભ થાય છે. જીવનમાં અજવાળા પથરાય છે જે કર્મો બંધાયા છે અને તોડતા
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy