SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૧ સિવાય પુરૂષાર્થી બની અગ્લાનપણે સુનિશ્ચિત અને એકાગ્રચિતે તપની સાધનામાં વારંવાર રક્ત બનવું જોઈએ. આપણને તપની દરેક ક્રિયામાં રસ હોવો જોઈએ. એ ક્રિયામાં કંટાળો કેમ આવે? સંસારના ક્ષેત્રમાં સહુ પોતપોતાના કાર્યમાં રસપૂર્વક કરનારા હોય છે. શેઠનું કાર્ય નોકર કંટાળા વગર કરે છે. વેપારીઓ લાભ દેખાય ત્યાં કંટાળ્યા વિના દોડાદોડ કરે છે. પ્રમાદ અને એશઆરામની વાતમાં કંટાળો આવતો નથી. ત્યાં એને લહેર છે માટે તેને તપની ક્રિયામાં કંટાળો આવે છે. પરમ શ્રદ્ધા : જ્ઞાન-દર્શન-ચારિત્ર તપનો માર્ગ જ જીવનમાં આદરણીય છે તેવો અટલ વિશ્વાસ, તેના વિનાની ક્ષણો નકામી છે, તપ અનુષ્ઠાનોમાં જે ક્ષણે જાય છે એ જ સાર્થક છે. બીજામાં જાય તે નિરર્થક છે. “થોરી મુહુરા અવતં શરીરમ” ૧(ઉત્તરાધ્યયન સૂત્ર - ૪ ) એના વિના જે સમય જાય છે એ ઘોર છે. ભયંકર કર્મબંધ કરાવી રહ્યો છે. એ કર્મબંધથી મુક્ત થવા માટે... સંવેગ: તપધર્મ ઉપર અનહદ રાગ. વૈરાગ્ય અનુત્તરવાસી દેવતાઓનો સંસાર પણ આકર્ષે નહિ, પરંતુ નકામું જ લાગે. નિર્નિદાનઃ તપધર્મમાં લીનતા એટલી બધી હોય કે આલોક કે પરલોકના કોઈપણ સુખની આશંસા નહીં માત્ર મોક્ષ સુખની જ જેમાં અભિલાષા હોય. પોતાની સાથેના બીજા જાણે તો સારું એ પણ ભાવ ન જોઈએ. પોતાનો મોટો ગુણ પણ બીજા ન જાણે તો સારું એ ભાવના કેળવવી જોઈએ. તપ સાધનામાં બળ, વીર્ય, પુરૂષાર્થ અને પરાક્રમ આ ચારને છુપાવ્યા વિના આગળ વધવાનું છે. ગમે તેવા વિદ્ગો આવે તો પણ કરવું જ છે એ માનસિક નિર્ણયને બળ કહેવાય છે. કાયિક શક્તિને વીર્ય કહેવાય છે. આત્મિક ઉલ્લાસને પુરૂષાર્થ કહેવાય છે અને ઉદ્યમને પરાક્રમ કહેવાય છે. આ આરાધનાના માર્ગમાં જરાય શક્તિ ગોપવવાની નથી. આત્માની સામે આવનાર મિથ્યાત્વ આદિને વશ ન બને. સુખ શીલતાને વશ ન થાય. જેટલી શક્તિ છે એ અનુસાર સર્વ શક્તિ ખર્ચીને તપ સંયમનું અનુષ્ઠાન કરીને જ રહે છે. જરા પણ ગ્લાનિભાવ ન લાવે એટલે કે શરીરના ત્યાગ સુધીની તૈયારી કરી રાખે. સુનિષ્ઠિત એટલે કે પોતાના માર્ગમાં સુસ્થિર અને એકાગ્ર ચિત્તવાળો બની તપનું આચરણ કરે. રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન, વિષય-કષાયના વિવિધ આવેગો, અનેક પ્રકારના પ્રમાદ, ગારવ, રૌદ્ર, આર્તધ્યાન, મિથ્યાત્વ, અવિરતિ, કષ્ટયોગ, અનાયતન સેવા (જમાં પતનનો સંભવ હોય), કુશીલાદિ સંસર્ગ, પશુન્ય, અભ્યાખ્યાન, કલહ, જાતિ વગેરેના મદ, મત્સર, અમર્ષ (અસહિષ્ણુતા), મમકાર
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy