SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૫ નથી. - નૈન છિત્તિ શાનિ જ્યારે શસ્ત્રો તારા પર છેદ કરે છે ત્યારે તું કપાતો નથી ત્યારે મારી ભીતર એવો ભાવ જાગી જાય છે કે હું શરીર નથી ત્યારે કોઈ કાપે છેદે તો મને કોઈ જ અસર થતી નથી. ગજકુમારમુનિના મસ્તકે ધગધગતા કોલસા મૂકવામાં આવ્યા. મેતારાજમુનિને વાધર(ચામડ)થી વીંટાળવામાં આવ્યા. અંધકઋષિના શિષ્યો પાણીમાં પલાઈ ગયા. સુકોષલ મુનિને વાઘણે ફાડી ખાધો, આવા તો અનેક મહાત્માઓ થઈ ગયા કે જેમણે કાયોત્સર્ગને ઉત્કૃષ્ટ પ્રકારે સાધ્યો હતો. વૈજ્ઞાનિકોએ પણ એ વાતને સિદ્ધ કરી છે કે જ્યારે સૂરજ ઉગે છે કે ડૂબે છે ત્યારે આપણી ભીતરમાં પણ રૂપાંતરણ થાય છે. સવારે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે પ્રકૃતિમાં જ નહિ પણ શરીરમાં પણ રૂપાંતર થાય છે કારણકે શરીર પણ પ્રકૃતિનો એક હિસ્સો છે. બહારનું આકાશ નહી પણ ભીતરનું આકાશ પણ બદલાઈ જાય છે. વૈજ્ઞાનિકો હવે કહે છે કે સાગરની પાસે તમને સારું લાગે છે તો સારુ લાગવાનું કારણ એ છે કે આપણા શરીરમાં પણ ૮૫% પાણી છે. એક હાર્મની, એક રેઝોનન્સ, એક પ્રતિધ્વનિ એમાં ઉઠવા લાગે છે. જંગલમાં જઈને લીલોત્તરીને જોઈને બહુ સારું લાગે છે. એનું કારણ એ છે કે શરીરનો કણે કણ લીલોતરી રહી ચૂક્યો છે. એ રેઝોનન્સ થાય છે. સિમેન્ટની સડક પર ચાલતા એટલું સારું નથી લાગતું જેટલું માટીની કેડી પર ચાલતા સારું લાગે છે. પગનો સ્પર્શ ધૂળને કરતા હોઈએ ત્યારે આપણા શરીર અને એ માટીની વચ્ચે એક સંગીત પ્રવાહિત થવાનું શરૂ થઈ જાય છે. સૂરજ સવારે જ્યારે નીકળે છે ત્યારે આપણી ભીતર પણ ઘણું બધું ઘટિત થાય છે. સંક્રમણની ઘડી છે. જ્યારે સંધ્યાનો સમય છે એ બદલાવનો સમય છે. આ બદલાવના સમયમાં આપણી ભીતર વ્યવસ્થિત ધારણાઓ છે. એમને બદલવાનું આસાન છે. એટલા માટે જ સવારે તથા સંધ્યા સમયે, પ્રાર્થના, પ્રતિક્રમણ જાપ વગેરે બતાવ્યા છે અને આ વાત દરેક ધર્મના દર્શનમાં સંતોએ, ઋષિઓએ હજારો વર્ષો પહેલા બતાવ્યું છે. આત્મ કાયોત્સર્ગ એક વિસ્ફોટ છે. ધ્યાનની સાથે તૈયારીને જોડી દેવી પડે. ધ્યાન અને કાયોત્સર્ગ જ્યાં મળી જાય છે ત્યાં જ વ્યક્તિ અમૃતને પામી લે છે. આ બાયોકેમીક બાર દવાઓ એક દવા સાથે બીજી મિક્સ કરીને પણ અપાય છે તેવી રીતે જેવા જેવા આત્માના દોષ હોય તે તે રીતે વધતા-ઓછા પ્રમાણમાં બાર તારૂપી દવા લેવી જરૂરી છે. બાયોકેમીકની દવાની અંદર દર્દ એકદમ તાજુ હોય તો છ ૪ ફોર્સ અને વધારે હોય તો ૧૨ X ફોર્સ અપાય છે. દશવર્ષ જુનું હોય તો ૩૦ X ફોર્સ અને એકદમ સીરીયસ કેસ હોય તો ૧૦00 x ફોર્સ પણ અપાય છે. તેવી રીતે જૈન શાસનની બાર તારૂપી દવાઓ પોતાના આત્માના રોગોના પ્રમાણમાં તે તે ફોર્સમાં અપાય છે. જેમકે સામાન્ય પાપ થયું હોય તો નાનો તપ અપાય છે. મોટું પાપ થયું હોય તો અટ્ટમ, અઠ્ઠાઈ વિગેરે અપાય છે.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy