SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ છે અને એટલે આપણને તૃપ્તિ થતી નથી અને જ્યારે તૃપ્તિ થતી નથી ત્યારે વિસિયસ-સર્કલ-વિષયક પેદા થઈ જાય છે. આ વિષયકને દૂર કરવા માટે ઉણોદરી તપ બતાવ્યું છે. - પ ઉણોદરીને સમજવું ઘણુ કઠીન છે. અલ્પાહાર પૂરતો જ સીમિત નથી કારણકે સ્વાભાવિક ભૂખ કેટલી છે તે જ ખબર નથી. એટલે પહેલા તો સ્વાભાવિક ભૂખને શોધવી પડશે એટલે અનશનને પ્રથમ કહ્યું છે. અનશન આપણને સ્વાભાવિક ભૂખ શોધવામાં મદદરૂપ બનશે. જૂઠી ભૂખ અને સાચી ભૂખનો ખ્યાલ આવશે. જૂઠી ભૂખ હશે તો મન પોકારી ઉઠશે અને સાચી ભૂખ લાગે છે ત્યારે આખુ શરીર રડતાં રડતાં કહેશે કે ભૂખ લાગી છે. આમ જ્યારે વાસ્તવિક ભૂખનો ખ્યાલ આવતા જ સાચી ઉણોદરી શરૂ થઈ જશે. ઉણોદરીનો અર્થ છે ઐચ્છિક યંત્રથી અનૈચ્છિક યંત્રના હાથમાં જ્યારે કોઈ વાત પહોંચી જાય છે ત્યારે એ સીમા પર અટકી જવું સામાન્ય અર્થમાં જેટલી આહારની જેટલી રુચી હોય એ આહાર કરતા પહેલા જ નક્કી કરીએ કે મારે આટલી માત્રામાં જ ખાવું તથા વિશેષ અર્થમાં ઇચ્છાની અંદર અટકી જવું. તમારા સામર્થ્યની બહાર કોઈ વાતને જવા ન દેવી કારણકે સામર્થ્યની બહાર જઈએ છીએ ત્યારે ગુલામ થઈ જવાય છે પછી તે માલિક નથી રહેતો માટે મન જ્યાં સર્વાધિક જોર કરે બસ એ જ સીમાથી અટકી જવું જોઈએ, પાછી ફરી જવું જોઈએ. જ્યાં મન કહે છે એક વધુ અને જ્યાં ત્યાં વધુ જોર કરતું હોય એ સમયે સંતુલન જાળવવું પડશે. સંતુલન શોધવુ પડશે. આ માટે રોજેરોજ પ્રયોગ કરવો પડશે. પ્રયોગ કરીને શોધવું પડશે કે મન ક્યારે વધુ જોર કરે છે અને ક્યારે ઇચ્છાની બહાર ચાલ્યુ જાય છે એનું સંતુલન કરવું પડશે, પાછા ફરવું પડશે - અપૂર્ણ પર અટકી જવું. ઉણોદરીનો અર્થ કરતા કેટલાક લોકો પરેશાનીને જ તપ સમજી લે છે પણ આ માનવું ભલ ભરેલું છે કારણ કે તપ વધુ કોઈ આનંદ નથી. પરંતુ તપને લોકો પરેશાની સમજી લે છે. કેમકે પરેશાની એ જ છે કે એમને દસ જોડી કપડાં જોઈતાં હતાં ને નવ જોડી રાખી લીધાં. એ બધુ પરેશાન છે. પરેશાની એટલી જ છે કે જેટલી દસમાં મજા છે. દસની મજાનો ઘટકો જ પરેશાની છે. દસથી ઓછા થાય તો પરેશાની શરૂ થઈ જાય છે અને એ પરેશાનીને તપ સમજી લઈએ છીએ. આથી જ જિંદગી કેવળ ઘાંચીના બળદ જેવી બની ગઈ છે. એક જ રસ્તે ગોળ ગોળ ફર્યા કરીએ છીએ. કોઈ યાત્રા નહીં, કોઈ ઓળખાણ નહી. બસ ચક્કર ચક્કર ફરતી રહીને મરી જઈએ છીએ. આમ ઉણોદરીના અર્થને સમજીને જીવનમાં ઉતારીએ. ૪૬૦. ૩. બાયો કેમીકની ત્રીજી દવાનું નામ છે. કેલ્કીરીયાફોર્સ હોય, કોઈ અંગ ખોટું વધ્યું હોય તેમજ ચામડી આદીના રોગો માટે વપરાય છે. તેમ વૃત્તિસંક્ષેપરૂપ - જે શરીરમાં લોહીના ગઠા જામી ગયા
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy