SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ ૫ હોશ વધે છે. જાગૃતિ વધે છે. જાગરણ વધે છે. આ તો ઘણાનો અનુભવ છે. એક અનુભવ તો આપણા સૌનો જ છે કે ભોજન બાદ ઉંઘ વધે છે અને ખાલી પેટે હોય તો ઉંઘ મુશ્કેલ બની જાય છે. પેટ ભરેલું હોય તો ઊંઘ વધારે આવે છે એનું વૈજ્ઞાનિક કારણ એ છે કે શરીરના અસ્તિત્વ માટે ભોજન સર્વાધિક મહત્વપૂર્ણ ચીજ છે માટે મહાવીરસ્વામીએ અનુભવ્યું કે જ્યારે શ૨ી૨માં બિલકુલ ભોજન હોતું નથી ત્યારે પ્રજ્ઞા સંપૂર્ણ શુદ્ધ અવસ્થામાં હોય છે. કારણકે ત્યારે આખા શરીરની ઉર્જા મસ્તિષ્કને મળી શકે છે. કારણકે પેટમાં કશું પચાવવાનું હોતું નથી. શરીરની બધી ક્રિયાઓ બંધ થઇ જાય છે. શરીર બિલકુલ એક મૂર્તિ જેવું બની જાય છે. હાથ પણ ન હાલે, કામ વગર આંગળી પણ ન હાલે, બધી ક્રિયાઓ ન્યૂનતમ થઈ જાય છે. ત્યારે જ શરીરની સંપૂર્ણ ઉર્જા જે અલગ અલગ કાર્યોમાં વપરાતી હતી તે એક મસ્તકને માટે ઉપલબ્ધ થઈ શકે અને મસ્તક પહેલીવાર જાણવા માટે સક્ષમ બને નહીં તો જાગવા માટે સમર્થ નથી હોતું. ભોજન છોડી દેવામાં પુણ્ય છે પરંતુ ભોજનનું ચિંતન ખતરનાક છે કારણકે ભોજન પેટ માટે છે જ્યારે ચિંતન મસ્તક માટે છે માટે મસ્તકમાં ભોજનનું ચિંતન ન કરવું એનું નામ અનશન છે. મનમાં ભોજનનો લગાવ હશે તો ઉપવાસમાં પણ વિચારો એના જ આવ્યા કરશે. રથયાઇલ્ડે પણ કહે છે કે બધી ઇન્દ્રિયો નોકર સમાન છે પરંતુ એ બધી માલિક બની ગઈ છે અને મનને વશ થઈને તપ ત્યાગરૂપી આત્મા માલિક મટી નોકર બની ગયો છે. મહાવીરસ્વામી કહે છે કે પહેલા આ ઇંદ્રિયોને તમે પોતાનાથી રાજી કરો. અનશનનો એ જ અર્થ છે પેટને પોતાનાથી રાજી કરી લો, તમે પેટથી રાજી ના થશો. એ વાતને સારી રીતે સમજી લો કે પેટ તમારે માટે છે, તમે પેટ માટે નથી પરંતુ એવા બહુ ઓછા લોકો છે કે જે હિંમતથી એવું કહી શકે છે કે પોતે પેટને માટે નથી. ઘણા લોકો તો એમ જ સમજી બેઠા છે કે આપણે પેટને માટે છીએ. પેટ આપણા માટે નથી. આપણે સાધન છીએ અને પેટ સાધ્ય છે. પેટનો અર્થ બધી ઇંદ્રિયો સાધ્ય બની ગઈ છે. બોલાવતી રહે છે અને આપણે દોડતા રહીએ છીએ. મનુષ્યના શરીરમાં બેવડા યંત્રો છે. ડબલ મિકેનિઝમ છે. એક છે આપણું શરીર. આપણે ભોજન કરીએ છીએ. શરીર ભોજનને પચાવે છે, લોહી બનાવે છે. હાડકાં બનાવે છે વિગેરે... કોઈ જંગલમાં ભૂલો પડી જાય અથવા દરિયાના તોફાનમાં નૌકા ડૂબી જાય. કેટલાય દિવસો સુધી કિનારો ન મળે એવા સમયે શરીર પાસે એક આપાતકાલિન વ્યવસ્થા છે જે ભોજનની અવેજીમાં કામ આપે છે. જો આપણને સાત દિવસ સુધી ભોજન ન મળે તો શરીરમાં જમા કરેલુ છે તેમાંથી લેવાનું શરૂ કરી દે છે. સાધારણ સ્વસ્થ માણસ નેવું દિવસ સુધી મરશે નહીં. શરીર પાસે આવા બે હિસ્સા છે. એક સામાન્ય વ્યવસ્થા અને બીજી કટોકટીના સમયની. આના ઉપરથી ખ્યાલ આવશે કે થોડાથોડા ઉપવાસ, આયંબીલ કે ન ૪૫૮
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy