SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૫ તપનો પ્રભાવ : यदरं यदराराध्यं यश्च दूरे व्यवस्थितम् । तत्सर्वं तपसा साध्यं तपो हि दुरातिकम ॥ तपः सफललक्ष्मीणां नियंत्रणम् शृंखलम् । दुरितभूतप्रेतानां रक्षामंत्रो निरक्षरः ॥ જે વસ્તુ દૂર છે જે અત્યન્ત દુઃખે કરીને આરાધી શકાય છે અને જે આપણાથી અત્યન્ત દૂર જ રહેલું છે. અર્થાત્ મેળવી શકાય એવું નથી હોતું તે બધુ દુર્ગભ અને અતિદુર્લભ હોવા છતાં પણ તપસ્યા વડે તે બધુ મેળવી શકાય છે. અર્થાત્ કોઈપણ વસ્તુને પ્રાપ્ત કરવામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન તરીકે તમને સ્વીકારવામાં આવ્યું છે. બાહ્ય લક્ષ્મીને તથા આભ્યન્તર લક્ષ્મીને કોઈ પણ જાતના બંધન વગર પણ વશ રાખી શકે એવું જો કોઈ હોય તો તે તપ જ છે. તપથી દુઃસાધ્ય કાર્ય પણ સાધ્ય બને છે. લબ્ધિઓ અને સિદ્ધિઓ તો સહજમાં આવી મળે છે. ઉચ્ચ પ્રકારની ઋદ્ધિઓ અને સિદ્ધિઓ તો તેના હાથમાં જ રમે છે. દૂર દૂર રહેલી વસ્તુ પણ લોહચુંબકની જેમ ખેંચાઈને તેની નજીકમાં આવી જાય છે. તપના પ્રભાવથી શું શું બને છે. એમ વિચારવા કરતાં કહ્યું કાર્ય નથી બનતું એ વિચારવું ઠીક રહેશે. એવું કોઈ કાર્ય નથી જે તપથી સિદ્ધ ન થાય. જગતના તમામ ઐશ્વર્યોને આપવાની તે સંપૂર્ણ તાકાત ધરાવે છે. આ તપથી તનના, મનના અને આત્માના તમામ રોગો નાશ પામે છે. લાભ : તપના સેવનથી વર્તન અને વાણીમાં વિનય-વિવેકની જ્યોત ઝળહળી ઉઠે છે. મુખમુદ્રા ઉપર તરતું તેજ રેલાય છે. ત્યાગનું ખમીર ખીલી ઊઠે છે. તપસ્વીના નયનમાં નિર્મળતાના નૂર અને વચનમાં પ્રસન્નતાના પૂર વહેતા જ હોય છે. મનમાં સાત્વિકતા વચનમાં તાત્ત્વિકતા તનમાં તેજસ્વિતા પ્રગટે છે અને સર્વાત્મભાવ પૂરબહાર ખીલી ઊઠે છે. લોકોત્તર દૃષ્ટિએ તપનો લાભ : તપના પ્રભાવથી મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ થાય છે. અને સમ્યફજ્ઞાનનો પ્રકાશ પથરાય છે.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy