SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૫ સુખની સીડી છે. આની શક્તિ સાગરના શાંત પ્રવાહમાં જેમ તરંગો લય પામી જાય છે તેમ અહીં પણ વિષયો શાંત બની જાય છે. એ તપના કારણથી જ શક્ય છે. તપનું મહત્ત્વ તથા ગૌરવ તેની પાછળ રહેલ કોઈ ઉદાત્ત હેતુ તથા ભાવશુદ્ધિ પર અવલંબે છે. તથા આત્મિક-સુખની પ્રાપ્તિ જ એનુ ધ્યેય બને છે. આનાથી માનવ નિર્ભય પુરુષ તથા સિદ્ધ મુક્ત થઈ શકશે. આત્માનાં કલ્યાણ માટે તપની સાધનાથી અન્તરાત્માનું ચિંતન, મનનું મનન તથા ચિત્તવૃત્તિઓનું ગ્રંથનથી જ સંભવ છે. આવી સાધનાથી જ જીવો અનન્ત અનન્ત કાળથી સિદ્ધ, મુક્ત થતા આવ્યા છે. અને ભવિષ્યમાં પણ થશે. જૈનદર્શનમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અન્તરાય કર્મોને ઘાતીકર્મ કહે છે. તપના પ્રભાવથી ઘાતીકર્મોનો નાશ થાય છે અને આત્મામાં કેળવજ્ઞાન-કેવળદર્શનની પ્રાપ્તિ થાય છે. તપ દ્વારા આવા આત્માઓ અરિહંત બની જાય છે. તેથી વાસ્તવિક શાશ્વત સુખની પ્રાપ્તિના હેતુથી મુમુક્ષુ તથા સાધકને પોતાનું જીવન તપમય બનાવવું પડશે, જેનાથી સમસ્ત કર્મની નિર્જરા થતાં આત્મા અક્ષય, અજર, અમર પદને પ્રાપ્ત કરી લે છે. ૪૪૦. પ્રત્યેક ક્રિયાનું ફળ હોય છે. તો પછી તપસ્યા જે જીવનને વિશુદ્ધ બનાવવવાળી પ્રક્રિયા છે. તે તેનું ફળ શું નહિ હોય ? જેમ વિષથી મરણ, અમૃતથી જીવન અને દૂધનું ફળ સ્વાસ્થ્ય છે. તે પ્રકારે તપનું ફળ લબ્ધિ, જ્ઞાન, પરમપદ છે. યમ (તપશ્ચર્યા)થી પ્રાપ્ત થતી સિદ્ધિઓ : (૧) અહિંસાની સિદ્ધિ થવા પર હિંસક પ્રાણી પણ પોતાના સ્વાભાવિક વેરનો ત્યાગ કરી દેછે. (૨) સત્ય સિદ્ધ થવા પર ક્યારેય વચન મિથ્યા નથી થતા. (૩) અસ્તેય સિદ્ધ થવા પર ત્રિલોકમાં રહેલુ ધન તેમના ચરણોમાં સ્થિર રહે છે. (૪) બ્રહ્મચર્યથી અક્ષય વીર્ય લાભ થાય છે. (૫) અપરિગ્રહથી પુનર્જન્મની સ્મૃતિઓ સન્મુખ આવે છે. નિયમોથી પ્રાપ્ત લબ્ધિઓ : (૧)શુચિધર્મની સ્થિરતાથી શ૨ી૨ ૫૨ જુગુપ્સાનો તથા બીજા સાથે અલિપ્તતાનો ભાવ ઉત્પન્ન થાય છે. પછી સત્યની શુદ્ધિ પ્રસન્નતા, એકાગ્રતા, ઇન્દ્રિયો પર વિજય અને આત્માના સાક્ષાત્કારની યોગ્યતા આવે છે.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy