SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા - પ્રકરણ પસાર થતા પાણીમાં એકાએક પૂર આવ્યું. નાવિકે વજનવાળી વસ્તુ નાખી દેવા કહ્યું ત્યારે તેમને વળાવવા આવેલા ત્યાગરાજ અને વિજયરામજ બન્ને પંડિતોએ નાવમાંથી પડતુ મૂક્યું પણ ગ્રન્થોને બચાવી લીધા માટે વિદ્યા અધ્યયન કરતા રહેવું જોઈએ. - ૯. સત્યનું પાલન સત્ય હમેંશા બોલવું જોઈ. સત્યના પાલનથી જ જીવનમાં તેજ આવી ઉઠે છે. સત્ય એ જ માણસની સાચી પ્રતિષ્ઠા છે. સત્યના પાલનથી જીવનમાં ખુમારી આવે છે. જોમ વધે છે. શક્તિનો સંચાર થાય છે. અહિંસાત્મકભાવનામાં વધારો થાય છે. આના કારણે જ હરિશચન્દ્ર રાજા હોય, નળ રાજા હોય, પાંડવો હોય ગમે તેવી મુશ્કેલીમાં પણ અસત્ય પાસે ઝૂક્યા ન હતા. મરણપર્યન્તના કષ્ટો આપ્યા પણ સત્ય પાલનમાં અડગ રહ્યા. ૧૦. અક્રોધ અપનાવવો . - * સત્ય પાલન કરવા જતા પહેલા કસોટી થશે પરન્તુ પછી તો સુખ જ સુખ છે. સત્યનું પાલન કરવાથી આત્મવિશ્વાસમાં સતત વધારો થતો જાય છે. મહાભારતના સમયમાં વસુરાજા પૂર્ણ સત્યવાદી હતા જેના સત્યરૂપ તપના કારણે એમનું સિહાંસન જમીનથી અધ્ધર રહેતુ હતું. જેને જોવા દેવો પણ આવતા હતા. સત્ય બોલનારની દેવલોકમાં પણ પ્રશંસા થાય છે. યશ પ્રતિષ્ઠામાં વધારો થાય છે. સહુને એની મિત્રતા ગમે છે. આમ સત્ય બોલવામાં અનેક લાભો રહેલા છે. ૪૧૦. ક્રોધનો ત્યાગ કરવો, ક્રોધમાં ભયંકર નુકશાન જ જોવા મળે છે. મહાવીર ભગવાને પણ કહ્યું છે કે “જોદો પિરૂં પિળાસે” ક્રોધ પ્રિતીને નાશ કરે છે. ક્રોધ પ્રેમનું ધોવાણ કરી નાંખે છે. અમૃતના સંબંધો ઝેરમાં પરિણામે છે માટે અક્રોધને અપનાવવાનો છે. અક્રોધ એ કષાયોનું મારણ કરે છે. આપણો આત્મા કષાયોની ચુંગલમાં ફસાયેલો છે તેને મુક્ત કરવો હોય તો અક્રોધને અપનાવવો જ રહ્યો. અક્રોધથી જ જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય છે. પરસ્પર એકબીજામાં સહાયક બનાય છે. ઘરમાં સ્વર્ગ સમાન વાતાવરણ ઉભું થાય છે. જીવન પણ જીવવા જેવું લાગે છે. રોગોથી બચી જવાય છે અને વીતરાગલામાં પ્રવેશ થઈ જાય છે. ક્રોધનો વિરોધ નથી કરવાનો પરંતુ રોધ(સંયમ) કરવાનો છે તો અક્રોધ જરૂર બની જવાશે. આમ હિન્દુ ધર્મમાં મૂલ્યો આવી સુંદર અમુલ્ય વાત બતાવી છે. ૨ - બૌદ્ધધર્મ – બૌદ્ધધર્મની સ્થાપના બુદ્ધે કરી હતી
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy