SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા ૩.૧૪ બાઉલ પંથ પ્રકરણ ૩ - બાઉલ સંતો કે બાઉલ ફકીર બંગાળના બાઉલ તે વિચરતા લોક સમુદાયના સંતોનું એક આધ્યાત્મિક પંથ છે. તેઓ સતત વિહાર કરતા હોય છે. અને આ વિહાર દરમ્યાન તેઓ પ્રેમ, આનંદ અને ગૂઢ શક્તિ સાથેના તાહાત્મ્ય માટે સતત પ્રયત્નશીલ હોય છે. તેઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે અને બંગાળના ગામડાઓમાં નાની ઝૂંપડીઓમાં વસતા હોય છે. તેઓનું જીવન સંપૂર્ણપણે ભિક્ષા કે દાન ઉપર આધારિત છે. તેઓ આધ્યાત્મિક ગુરુ છે. તેઓ હંમેશા પ્રેમ ભાઈચારો અને શાંતિનો સંદેશો પ્રજામાં ફેલાવતા હોય છે. તેઓ બંગાળના નાયકો તરીકે ઓળખાય છે. આ વિચરતા કે ભ્રમણ કરતા આ બાઉલ સંતો આધ્યાત્મિકતાને વરેલા હોય છે. તમામ બાઉલ સંતો તમામ સંપ્રદાયના બાઉલ સંતો “ભગવાન મનુષ્યના હૃદયમાં છૂપાયેલો છે. તે સિદ્ધાન્તને સ્વીકારે છે અને કોઈપણ જાતના વિધિ વિધાન મંદિર કે મસ્જિદ ધર્મ કે ધર્મકાર્ય કે પુસ્તક ભગવાનને પામવા માટે નથી તેના માટે તો માત્ર મનુષ્ય કૃત્ય જ પર્યાપ્ત છે. “કેથેવેલ” નામના અંગ્રેજી ચિંતક માને છે . કે બાઉલ સંપ્રદાયના બૌદ્ધ ધર્મ, શાક્ત ધર્મ, વૈષ્ણવ ધર્મ, તે તંત્ર માર્ગ અને ઇસ્લામના સૂફીમતના મૂલ્યો વર્ણવેલા જોવા મળે છે. બાઉલ સંતો મુખ્યત્વે ભ્રમણ કરતા, નાચતા, ગીત ગાતા અને પોતાનામાં જ તલ્લીન થયેલા જોવા મળે છે. બાઉલ સંપ્રદાયનો ઉદ્ભવ ૧૬મી સદીમાં ચૈતન્ય દેવના સમયમાં થયો હોય તેવું લાગે છે. બાઉલ સંપ્રદાય જડ વિધિ-વિધાનમાં માનતા નથી. કુરિવાજોમાં માનતા નથી બાઉલ શબ્દનો અર્થ સંસ્કૃત શબ્દ બતુલ ઉપરથી ઉતરી આવ્યો છે. બતુલનો અર્થ પવનથી ખરડાયેલો અથવા તો પાગલ જેવો થાય છે. ૩૮૪, બીજા એક મત મુજબ બાઉલ શબ્દ પરશિયન શબ્દ આઉલ, અઉલા ઉપરથી ઉતરી આવ્યા છે. આઉલનો અર્થ થાય છે ખૂબ જ મહત્ત્વનો વ્યક્તિ, બાઉલ સંપ્રદાયના મત મુજબ શરીર એ જ મંદિર છે અને તેમાં વસેલો આત્મા તે જ મંદિરમાં વસ્તા પરમાત્મા જેવો છે. કેટલાય બાઉલ સંતોના નામનો ઉલ્લેખ કરીએ તો બાલન શાહ, તુન-તુન શાહ, ફકીર, છોટા રબ ફકીર, અબ્દુલ રજાક શાહ, ફકીર અલ્લાઉદીન વિશ્વાસ, મુક્તવર ફકીર, અબ્દુલ રજાક શાહ, ફકીર અલ્લાઉદીન વિશ્વાસ, મુક્તવર ફકીર, રાજમન ફકીર અને ફકીર ભત્તું એનરજીનો સમાવેશ થઈ જાય છે. આ ઉપરાંત પૂર્ણદાસ, સંધ્યાદાસ, નારાયણચંદ્ર અધિકારી, વિનોદ દાસ, સત્યાનન્દ દાસ વિગેરેના સંપ્રદાયના મુખ્ય, મુખ્ય સંતોનો ઉલ્લેખ થાય છે. બાઉલ ફકીરોની ઉપાસના પદ્ધતિને આરાધના પદ્ધતિની તપશ્ચર્યા અતિ કઠોર નથી. તેઓ સહજતા સરળતા ને વરેલા છે. માનવ વચ્ચે મૈત્રિ, ભાઈચારો અને પ્રેમ જળવાઈ રહે તેને જ તેઓ આધ્યાત્મિક આદર્શ માને છે. બાઉલ સંપ્રદાયના ગીતો ખુબ જ લોકભોગ્ય છે. બંગાળી ભાષામાં તેઓ મુખ્યત્વે માયા એટલો જ તણાવ, મૃદંગ
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy