SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ ૩ ‘ઔમ’ કહે છે. દિપત્ત્તલઈષરામાં પણ તપશ્ચર્યાનો મહિમા વર્ણવામાં આવ્યો છે. સૂફી પરંપરાઓમાં માત્ર ૨મઝાન માસના બાર ઉપવાસ જ નહિ પરંતુ સિદ્ધિયોગીઓ કે હઠયોગીઓની જેમ તપશ્ચર્યાની વિવિધ પદ્ધતિઓ વર્ણવામાં આવેલ છે. ભારતમાં ઇસ્લામનું આગમન થતા અનેક સૂફી સંતો વૈદિક, ઉપનિષદ, બૌદ્ધધર્મ તેમજ જૈનધર્મની વિચારધારઓના સંપર્કમાં આવતા તેને કારણે જ એ.શારદા નામના વિદ્વાન સૂફીઓને વેતાન્તિઓ કહ્યા છે. સૂફીઓની તપશ્ચર્યા અતિ કઠોર તપશ્ચર્યા હતી. ભારતવર્ષની વાત કરીએ તો હઝરત ખ્વાજા, હઝરત નિઝામુદ્દીન ચૂશ્તિ, હઝરતકુતબુદ્ધિન બખતારકાઢી, હઝરત નિઝામુદ્દીન, ઓલિયા હઝરત બાવના પરિહુદીન ગજસકર, હઝરત નસિરુદ્દિન ચિરાગે, દિલ્લી જેવા સૂફીરચનાઓમાં આપણને વૈદિક પરંપરાના દર્શન થાય છે. સૂફીઓએ પરમાત્માને પ્રેયસિ તરીકે તેમની રચનાઓમાં ઉતરાયેલ છે. તમામ સુફીઓએ તેમની રચનાઓમાં કૃષ્ણભક્તિ કે હરિભક્તિ જેવા પદો રચ્યા છે. સૂફી પરંપરાના ઉપરોક્ત સૂફી સંતોનો માર્ગ મધ્યમ માર્ગ હતો તેમની તપશ્ચર્યા મધ્યમમાર્ગની હતી જેથી કરીને તમામ ધર્મના લોકો તેમની તપશ્ચર્યાના માર્ગે આવી શક્યા. ઇસ્લામ ધર્મમાં સંસાર ત્યાગનો ખ્યાલ જોવા મળતો નથી. મહદ્અંશે તમામ સુફીઓ ગૃહસ્થો હતા તેમજ એક સામાન્ય ગૃહસ્થની જેમ તેઓની દિનચર્યા પણ સરખી હતી. ભારતમાં સૂફી પરંપરા જોતા સૂફીઓ, વેદાન્તિઓ તથા અન્ય યોગીઓ તથા હઠયોગીઓ સંપર્કમાં આવ્યા હોય તેમ પણ જણાય છે. મહાન સૂફીસંત હલ્લાજ મન્સુરની તપશ્ચર્યાનો માર્ગ હઠયોગીઓની તપશ્ચર્યાને મળતો આવે છે. મન્સુરની તપશ્ચર્યા પદ્ધતિની દૃષ્ટિએ હઠયોગીઓ કે તંત્રયોગીઓને મળતી આવે છે પરંતુ સિદ્ધાન્તની દૃષ્ટિએ જોતા મન્સુરની ફીલોસોફી અદ્વૈત વેદાન્તને મળતી આવે છે. સૂફી માર્ગ મુજબ ધ્યાનની નીચે મુજબ ચાર અવસ્થાઓ વર્ણવામાં આવી છે. (૧) શરીયત (૨) તરિકત (૩) મારેફત (૪) હકીકત. - (૧) શરીયત - તમામ ગૃહસ્થોએ તેના નિયમોનું પાલન કરવાનું હોય છે. બીજી રીતે કહીએ તો શરીયત દુનિયાની બાબતો સાથે નિસ્બત ધરાવે છે. મનુષ્યએ ભલે ને પૃથ્વી પર જન્મ લીધો છે. તો તેણે કેટલાક કર્મો મનેકમને કરવાના છે. માણસે પોતાના રોજીંદા જીવનમાં શું કરવું શું ન કરવું તે તમામ બાબતો શરીયતના કાનૂનથી બદ્ધ છે. એટલે કે શરીયતમાં જે બાબતો પર નિષેધ ફરમાવેલ છે તે બાબતો ગૃહસ્થી માટે તપશ્ચર્યા ગણાય છે. (૨) તરિકત – તરિકત શરીરયતથી એક પગથિયું ઉપરની પરિસ્થિતિ છે. અહીં વ્યક્તિએ જ્ઞાનને પ્રાપ્ત કરવાનું છે. આ લોક પરલોકની બાબતોના જ્ઞાનની મીમાંસા કરી મોક્ષ પ્રાપ્તિ માટે ઉત્તમ જ્ઞાન મેળવવાનો છે. ૩૭૯
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy