SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૩ માત્ર નામ જ નહી પણ સંપૂર્ણ જીવન બદલાઈ ગયું. એ સતગુરુનું નામ સુખદેવ હતું. ધ્યાન કેવળ એમનું જ કરવામાં છે કે જેઓ સાક્ષાત દેહસ્વરૂપે દેખાયા હોય. ગુરુદેવ પાસે બાર વર્ષ સુધી અભ્યાસ કર્યો. ચરણદાસમાંથી સ્વામી ચરણદાસ બની ગયા. શરીર અને આત્મા ભિન્ન છે. એનું જ્ઞાન સાથે અનુભવ થયો. જેમ અત્તરની સુગંધ ચારેબાજુ ફેલાય છે તેમ ચરણદાસજીનો મહિમા ચારે બાજુ દીર સુદૂર ફેલાઈ ગયો. સમાજના દરેક વર્ગમાં, દરેક ધર્મના લોકો સત્સંગમાં આવવા લાગ્યા. સ્વામીજી પરમાર્થ અને સ્વાર્થ બન્નેમાં લોકોને સહાય કરવા લાગ્યા અને હરક્ષણે જરૂરીયાતવાળાની આવશ્યકતાપૂર્ણ કરવા લાગ્યા. ચોર લોકો ચોરી કરવા આવ્યા તો એમને સામેથી રસ્તો બતાવ્યો પરંતુ એમનો એવો પ્રભાવ પડ્યો કે ચોરોનું જીવન પરિવર્તન થઈ ગયું. ચરણદાસજીને પ્રભુભક્તિના કારણે દરેકમાં પરમાત્માના દર્શન થતા હતા. ઘણા લોકો તિરસ્કાર કરતા તો એમને પણ પ્રેમભરી વાણીથી બોલાવતા હતા. કોઈ એમની નિંદા કરે તો એને શત્રુ માનતા ન હતા પરંતુ એને મિત્ર, હિતેષી અને પરોપકારી માનતા હતા કે નિંદાના સાબુથી અમારો મેલ ધુવે છે. ગાળો કે અપશબ્દ કહેનારને પણ કાંઈક ખવડાવીને મોકલતા બે બ્રાહ્મણો આવ્યા. એકલા જોઈને તલવાર ઉગામી. ચરણદાસજીએ સામેથી માથુ નમાવી દીધુ. બ્રાહ્મણો શરમાઈ ગયા. એમનો સમતાભાવ જોઈને ગુરુ તરીકે ધારણ કર્યા. એક સન્યાસીએ રાખને પાણીમાં નાંખીને એમના ઉપર નાખી દીધી ત્યારે ચરણદાસજીએ હસીને કહ્યું તમે મારી સામે સારી રીતે હોળી રમી રહ્યા છો ત્યારે સન્યાસી એમની સહજ અવસ્થા અને આશ્ચર્યજનક ક્ષમાં ને જોઈને સમજી ગયા કે આ પૂર્ણ સાધુ છે. એ પણ આપના શરણે આવી ગયો. આવા તો અનેક પ્રસંગો બન્યા હતા. ભક્તિરૂપી સાધનામાર્ગમાં પણ આગળ વધતા હતા. સાત પ્રહર (૨૦ કલાક ઉપર) ધ્યાન કરતા હતા અને એક પ્રહર સત્સંગ કરતા હતા. સત્સંગમાં આવવાવાળા સામે ખૂબ જ પ્રેમ અને નમ્રતાથી વ્યવહાર કરતા હતા. માતાએ પણ જ્યારે કહ્યું કે કેટલાય લોકોનું કલ્યાણ કર્યું પણ મારા અંતરમાં પ્રકાશ ન દેખાયો. ત્યારે માતાને આંખો બંધ કરાવી પોતાની દ્રષ્ટી દ્વારા માતાને અંદરમાં સ્થિર કર્યો ને માતાજીને ચેતનાનો અનુભવ થયો અને રસવિભોર બની ગયા. નાદીર બાદશાહ જેઓ દિલ્લીના રાજા હતા. એમને પણ ચાલ્યા જવા માટેની તારીખ અને તિથિ આપી દીધી હતી પણ રાજાએ ધ્યાન ન આપ્યું ત્યારે મુહમ્મદ શાહે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો તરત જ સૈનિકોને મોકલીને ચરણદાસને કેદ કર્યા પરંતુ તેઓ જેલમાંથી ગાયબ થઈ ગયા. બીજી વખત પણ એવી જ રીતે કર્યું ત્યારે પણ એમ જ થયું ત્યારે જંજીર બંધાવી ત્યારે તે જ રાત્રે ફકીરે નાદિરશાહને લાત મારી ઊંઘ હરામ કરી દીધી. મહારાજાએ માફી માંગી. સોનામહોરો તથા ગામ આપવાની પણ વાત કરી ત્યારે ચરણદાસજીએ કહ્યું કે મારે આ કાંઈ જ જોઈતું નથી તારે જો વચન
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy