SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ काया कर्म कंड थापिया, पाप पुन्य जेहि साथ । सतगुरु पद नहि जानहि सोइ परे जम साथ । - પંચાગ્નિમાં શરીરને તપાવવું, રાત-દિવસ ઊંધા મસ્તકે રહેવું, પાણીની વચ્ચે રહી, તપસ્યા કરવી, માત્ર દૂધ પીને અથવા ફળ ખાઈને રહેવું. વસ્ત્ર વગર ફરતી રહેવું. શરીર ઉપર ભસ્મ લગાવવી અને મોઢા પર રાખ લગાવવી આદિ ક્રિયાઓ શરીર દ્વારા જે કરવામાં આવે છે તે કામ-ક્રોધમાં રહેવા માટે નહિ પણ તોડવા માટે છે. હરણની જેમ ભ્રમમાં રહેવા માટે નહિ પણ તોડવા માટે છે. જે લોકો લોભ અને અહંકારનો ત્યાગ નથી કરતા પરંતુ કપટ દ્વારા અન્ન સુધી વિષયોના રસમાં લુપ્ત રહે છે. આ અધર્મ છે. માનવ જીવનને હાનિ પહોંચાડે છે. ત્યારે એનું તપ નિરર્થક બની જાય છે. માટે દરિયા સાહેબ કહે છે કે તપ કરો પણ સત્યજ્ઞાનના પ્રકાશથી કરો. जो जिस करे सो पावे सोई । यह संसार तत्व सब रोई । यज्ञ समाधि चोपाई २५९, ह ग्र. पृ. ४२२ જે જેવું કરે છે તે તેવું પામે છે. કર્મોના કારણે જ સંસારમાં રડવું પડે છે. पाप पुण्य मन कारन अहई । दुख-सुख भोग दुवो यह करई ॥ ग्यानि दीपती चोपाई २३८. २३८५ ह .ग्र. पृ.३२६-३२७ ૩ મન જ આપણને પુણ્ય અને પાપમાં લગાવે છે અને દુઃખ તથા સુખ બન્નેના ભાગીદાર બનાવે છે. પુણ્યના ફળથી શરીરનું સુખ મળે છે અને પાપને કારણે તીવ્ર દુ:ખ અને કષ્ટ ભોગવવું પડે છે. ૩૬૨ શરીર પ્રાપ્ત કરીને આપણે કર્મોનો સંગ્રહ કરીએ છીએ. આ કર્મોમાં પાપ અને પુણ્ય બન્ને ભેગી રહેલા છે. સદ્ગુરુના ચરણોમાં શરણ લીધા વિના આપણને આ કર્મોના કારણે યમરાજાની પાસે જવું પડે છે. मीन मांस मदिरा का संग्न । अहै अपावन पाप उतंगा । फल अरु फूल अंकुर जत अहई । यह सुख संत सवा गुन कहई ॥ માંસ, માછલી અને દારુનું સેવન કરવુ એ મહાપાપ છે અને એ અપવિત્ર પણ બનાવે છે. ફળ, ફૂલ અને અંકુરથી ઉત્પન્ન થવાવાળી જેટલી પણ વનસ્પતિ છે અને અન્ન છે. એ જ સુખકારક છે. સંતો પણ સદા એના ગુણગાન કરે છે. દરિયા સાહેબ કહે છે કે માંસ, માછલીના સેવનથી ભારે કર્મો બંધાય છે અને દારુના સેવનથી
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy