SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૩ તમોગુણમાં – આળસ, જડતા, પ્રમાદ, નિર્મળતા, અશ્રદ્ધા, શિથિલતા, અશક્તિ, અકૌશલ, થાક, મોહ, અજ્ઞાન. રજોગુણમાં – વેગ, ગતિ, કુશળતા, ચપળતા, હોંશ, પુરુષાર્થ, ઉમંગ, આવેગ, આવેશ, કામના, આશા, ઇચ્છા. સત્વગુણમાં – સમતા, શાંતિ, આનંદ, પ્રેમ પ્રસન્નતા, સ્થિરતા, સરળતા, ક્ષમા, કરુણા, નમ્રતા, અહિંસા, કોમળતા, ન્યાય, બ્રહ્મચર્ય. બધા સાથે સમતાભાવમાં રહેવાની વાત કરી છે. જેમ ગોલાજીમાં કહ્યું છે કે – समोहं भूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ॥ 1 । ये भजन्ति तुं मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ॥ બધા પ્રાણી તરફ મારી સમદષ્ટિ છે. કોઈ મારું માનતું નથી, કોઈ ઓળખાણ નથી, કોઈનો દ્વેષ નથી તેમ જ કોઈ પ્રત્યે રાગ નથી તેમ છતાં જેઓ મને ભક્તિભાવપૂર્વક ભજે છે. તેઓ મારામાં. છે અને તેમનામાં હું છું. - સાધનાનો અર્થ ગળે ટૂંપો દઈને જીવનને ગૂંગળાવી દેવાનો નથી પરંતુ સહજ સ્વાભાવિકપણે તેનો વિકાસ થાય અને તે જ રીતે સહિષ્ણુતા, પ્રસન્નચિત્તતા આદિ ગુણોનો વિકાસ થતો અનુભવાય તે તે ગુણોની શક્તિનો જીવનમાં સાંખ્યકતા પ્રસંગોમાં જ્ઞાનપૂર્વકનો ઉપયોગ થયા કરે ને તેના વડે જીવન ભર્યું ભર્યું લાગે અને ધન્ય થતું અનુભવાય એનું નામ સાધના. શ્રી મોટાના નડિયાદ, સૂરત, વાપી વિગેરે સ્થળે આશ્રમો છે. સાધકો મૌનમાં રહી સાધના કરે છે. એમની સ્વ રચનાઓ .... (વસંતતિલકા) ક્યારે મારો હૃદય કોમળતા સ્વરૂપ ? ક્યારે નહીંથી ફૂટશે પ્રભુ, ભાવગંગ? ક્યારે પાવિત્ર કરશે વહી સર્વ અંગ ? ક્યારે થશે મુજ અનેક સમુદ્રસંગ ? હું કામ ક્રોધ મદ મત્સર લોભ પાયે, 1. ગીતા, ૯-૨૯
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy